કચ્છી બ્રહ્મક્ષત્રિય ગામ મોટા અંગીયાના હાલ ડોમ્બિવલી હીરાલાલ ધાંધા (ઉ. વ. ૭૨) તે જયબાળાબેનના પતિ તા. ૨૦-૧૨-૨૫ શનિવારના ડોમ્બિવલી મુકામે રામશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન ત્રિકમદાસ ઉમરશી ધાંધાના પુત્ર. ગં. સ્વ. કમળાબેન ગંગારામ રાજાવાઢા, લતાબેન ઇશ્વરલાલ વીંછી, રેખાબેન કમલેશ છાટબારના ભાઇ. રૂચીકા અને કરણના પિતાશ્રી. સ્વ. લીલાધર દામોદર મામતોરાના જમાઇ. જયંત મોહનલાલ મચ્છરના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૫ના સોમવારે સાંજે ૪થી ૫. ઠે. પાંજીવાડી, કાંજુર વીલેજ રોડ, કાંજુરમાર્ગ (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
દેઢીયાના શાંતીલાલ (મંગલ) ભોજરાજ પાસડ (ઉ.વ. ૯૧) ૧૯-૧૨-૨૫ના અવસાન પામેલ છે. રતનબાઇ/જયાબાઇ ભોજરાજ ચાંપશીના પુત્ર. વિજયાબેનના પતિ. હીરેન, કુસુમના પિતા. ગામ ડુમરાના ભારતી વસનજી કારાણીના ભાઇ. ડુમરાના મેઘજી શામતના જમાઇ, પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજયાબેન પાસડ, ૧૧, સંદીપ બીલ્ડીંગ, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
શ્રી ઘોષારી વિશા શ્રીમાળી જૈન મહુવા નિવાસી હાલ મુલુંડ સ્વ. ધનવંતભાઇ છોટાલાલ શાહ તથા સ્વ. વનીતાબેનના સુપુત્રી ચેતના (ઉં. વ. ૫૬) તા. ૧૯-૧૨-૨૫ના ને શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. છોટાલાલ કિલાચંદ શાહ અને સ્વ. લીલાવતીબેન છોટાલાલ શાહના પૌત્રી. જિનેશભાઇના બેન તથા ઉપાબેન ભરતકુમાર શાહના ભત્રીજી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનક જૈન સાવરકુંડલા નિવાસી હાલ પાટકોપર સ્વ. રમણીકલાલ વનમાળીદાસ દોશીના ધર્મપત્ની મધુકાંતાબેન (ઉ. વ. ૮૪) તે વિજયભાઇ, ભાવનાબેન, હિનાબેન, ધરાબેનના માતૃશ્રી. તે ફાલ્ગુનીબેન, જિજ્ઞેશભાઇ શેઠ, અશોકભાઇ મહેતા, વિપુલભાઇ વોરાના સાસુ, એકતા સમીર બાંગર તથા ચિંતનના દાદી. તે ધવલ, નિકેત, નીમિત અંજલી, ધરમના નાની. તા. ૧૯-૧૨-૨૫ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ધ્રાંગધ્રા નિવાસી હાલ વાશી સરોજબેન ચંદુલાલ સંઘવીના સુપુત્ર નયનભાઈ (ઉ.વ.૭૦). ૨૦.૧૨.૨૫ના અરીહંત શરણ પામેલ છે. તે સુધા બેનના પતિ. નિશિત-કિંજલ/ આશિપ-પૂજાના પિતાશ્રી. નટવરલાલ કપુરચંદ (નાથાભવનવાળા )ના જમાઈ. પ્રદીપ/રીટા તથા ચેતન/સંગીતાના મોટાભાઇ. પ્રાર્થના સભા તા. ૨૨.૧૨.૨૫. ૪ થી ૬. સ્થળ: ગુજરાત ભવન પ્લોટ નંબર ૬૧, સેક્ટર ૧૫, વાશી, નવી મુંબઈ, મહારાષ્ટ્ર ૪૦૦૭૦૩.
કચ્છી વિશા ઓશવાળ જૈન ભુજપુરના પ્રભાબેન (જવેર) પ્રેમજી દેઢિયા (ઉં.વ. ૮૨) ૧૯/૧૨/૨૫ના અવસાન પામેલ છે. પાનબાઈ દેવજીના પુત્રવધુ. સ્વ.પ્રેમજીના પત્ની. ભાવના, બીના, વીણા, હિતેશ, વિમલ, નિતુન, મયુરીના માતુશ્રી. પત્રીના ખેતબાઈ/ પાનબાઈ નેણશી આણંદજીના પુત્રી. મેઘજી, સમાયોઘાના મોંઘીબાઈ કરમશી, ભુજપુરના ગંગાબાઈ દામજી, ટોડાના ધનબાઈ જેઠાલાલ, છસરાના નાનબાઈ પોપટલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતુન દેઢિયા, એ/૫, તાપઈ કો.હા.સો., ધનશ્યામ ગુપ્તે રોડ, આનંદ બજારની સામે, જયહિંદ કોલોની, ડોંબિવલી
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455

.