જામનગર નિવાસી હાલ મુલુંડ સ્વ. ધીરેન્દ્રભાઈ લક્ષ્મીદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉ.વ. ૯૬) તે અંજનાબેન, જયંતભાઈ, દીપકભાઈ, ચેતનભાઈના માતુશ્રી. સ્વ. યોગેનભાઈ શાહ, જાગૃતીબેન, સોનલબેન, ભારતીબેનના સાસુ. સ્વ. જયંતીભાઈ શેઠ તથા તારાલક્ષ્મીબેનના પુત્રી. સ્વ. શાંતિભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેનના બેન. સ્વ. નવનીતલાલભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. પ્રમિલાબેનના ભાભી તા. ૨૬-૧૧-૨૫, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન પાલિતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. કિશોરચંદ્ર જાદવજી મહેતાના ધર્મપત્ની હંસાબહેન (ઉં.વ. ૮૩) મંગળવાર તા. ૨૫-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સવિતાબેન પ્રતાપરાય મહેતાના દેરાણી. સરોજબેન જયસુખલાલ મહેતાના જેઠાણી. ધર્મેન્દ્ર, નિલેશ, રાકેશ, જીજ્ઞા મલ્કેશકુમાર દોશીના માતુશ્રી. પ્રતાપરાય જયસુખલાલ, કળાબેન ભોગીલાલ દોશી તથા પુષ્પાબેન ચીમનલાલ શાહના ભાભી. પિયર પક્ષે સાવરકુંડલાવાળા માણેકચંદ ગુલાબચંદ સંઘવીના પુત્રી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
જીતેન્દ્ર (જીતુભાઇ) (ઉ. વ. ૭૭) તે જીજ્ઞા-કુંજબાળાના પતિ. સ્વ. ગંગાબેન લાલજી રામદાસ આશરના સુપુત્ર. વીણાબહેન વાલજી લખપતવાળા (ગાજરીયા) ના જમાઇ. તે અ. સૌ. ખ્યાતિ અમિત સંપટ અને અ. સૌ. ધૃતિ ભૂપેશ ટોપરાણીના પિતા. ઇશિકાના નાના. તે સ્વ. આણંદજીભાઇ, સ્વ.પરમાનંદભાઇ, સ્વ. નારાયણદાસભાઇ, સ્વ. ધનરાજભાઈ, ચંદ્રસિંહભાઇ સ્વ.જમનીબેન નેગાંધી, સ્વ. ઇન્દુબેન સંપટ, સ્વ. હસુમતીબેન જસાણીના ભાઈ, તા. ૨૫-૧૧-૨૫ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૧-૨૫ શનિવારના ૪થી ૫.૩૦. ઠે. સ્વામિનારાયણ મંદિર ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, ચક્ષુદાન કરેલ છે.
ખારોઇના સમીર સાવલા (ઉં. વ. ૪૮) ૨૫-૧૧-૨૫ના અવસાન પામેલ છે. પાનુબેન અમૃતલાલ કુંવરજી સાવલાના સુપુત્ર. રચનાના પતિ. દિવ્ય, કવીના પિતાશ્રી. ઉષા, લીલા, નિર્મળા, ભાવના, હેતલ, ઈશ્વર, રાહુલના ભાઇ. મનફરાના અ. સૌ. રમીલાબેન મનસુખ પુંજા છેડાના જમાઇ, પ્રા. સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦. કાંતિ વિસરીયા હોલ, બેડેકર હોસ્પીટલની સામે, ગાંવદેવી, થાણા (વે).
કાંડાગરાના સતીષ શામજી રામજી છેડા (ઉં. વ. ૭૩) તા. ૨૪-૧૧-૨૫ના અવસાન પામ્યા છે. જખ્ખીબેન/દેવકાંબેન શામજી રામજીના સુપુત્ર. સ્વ. સરલાના પતિ. દીના, જીગર, પ્રિયાંકના પિતા. લક્ષ્મીચંદ, હરીલાલ, કાંતીલાલ, ધનવંતી, મંજુલાના ભાઈ. કપાયાના પાનબાઈ ખીમજી વેરશીના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. સંઘ સંચાલિત કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. ઠે. જીગર છેડા, પ્લોટ નં. ડી/૧૨૦, માધુરી બિલ્ડીંગ, ફલેટ નં. ૧૦૧, ચેમ્બુર જૈન દેરાસરની પાછળ, ચેમ્બુર, મુંબઈ-૪૦૦૦૭૧.
હળવદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નગીનદાસ મૂળજી કોઠારીના પુત્ર હર્ષદભાઈ નગીનદાસ કોઠારી (ઉં.વ. ૭૨) તા. ૨૬-૧૧-૨૫, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ભૂપેન્દ્રભાઈના ભાઈ. સ્વ. મુગટલાલ ઠાકરશી વોરાના જમાઈ. સમીર, સ્વીટીના પિતાશ્રી. હેમા કોઠારી, સંતોષ મોડસિંગના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
