રાજકોટ નિવાસી હાલ મુલુંડ સ્વ. પ્રફુલ દોલતરાય મલકાણના ધર્મપત્ની કોમલ (ઉ. વ ૬૫) તા. ૨૦-૧૧-૨ ૫ના ગૌલોકવાસી થયેલ છે. તે પ્રીત, અમીષા, એકતા, ઇશાના માતુશ્રી. ઇન્દુમતી દિનેશકુમાર આણંદપરા, સરલા જયંતકુમાર પારેખ, રમેશ દોલતરાય મલકાણ અને શૈલેષ દોલતરાય મલકાણના ભાભી. તે સ્વ. ધીરજલાલ રતિલાલ મીઠાણી (રાજકોટ)ના સુપુત્રી. પરાગ ધીરજલાલ મીઠાણીના બેન મહેશભાઇ ઠક્કર, રમેશભાઇ સાંગાણી, મનીષભાઇ ઠક્કર, પ્રતાપભાઇ કટારિયાના વેવાણ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન જામકંપ્રેરણા નિવાસી હાલ થાણા, અરૂણભાઈ ધીરજલાલ ભરવાડ (ઉં. વ. ૭૨) ૨૩/૧૧/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઇલાબેનના પતિ. જીગર તથા પૂજાના પિતા, દ્રષ્ટિ તથા કલ્પેશભાઈ દોશીના સસરા. ઉપા કિશોરભાઈ પારેખ, મીના લલિતભાઈ શેઠ, મધુરી સુરેશભાઈ મોદી, રાજેશ્રી ગીરીશભાઈ શાહના ભાઈ, સ્વ. ગણેશભાઈ પંચાલના જમાઈ. પ્રાર્થનાસભા ૨૭/૧૧/૨૫ના ૩ થી ૫. સર્વોદય હોલ, પ્રયમંડ ટોકીઝ સામે એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.
લુણીધારવાળા હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન ગુણવંતરાય નારણદાસ મહેતાના પુત્ર પંકજભાઇના ધર્મપત્ની મંદા (સુષ્મા) (ઉ. વ. ૬૧) તા. ૨૩-૧૧-૨૫ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે ધવલના માતુશ્રી. ભાવના પ્રકાશ મહેતા, ફાલ્ગુની યોગેશ મહેતા, મિનાક્ષી બંકીમકુમાર સંઘવી, ભાવના ફુલકુમાર મહેતાના ભાભી. સ્વ. આણંદીબેન મહાદેવ નારાયણ લાંજેકરના દીકરી. વામનભાઇ રાજેશ્રીબેન, અસ્મીતાબેનના બેન. લૌકિક પ્રથા બંધ છે.
ઘોધારી દશા દિશાવાળ વણિક કોળીયાક નિવાસી હાલ મુંબઇ (વિક્રોલી) સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ મહેતાના સુપુત્ર. અવિનાશ શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૬) તા. ૨૨-૧૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઉપેન્દ્ર શાંતિલાલ મહેતા, સ્વ. કિરીટ શાંતિલાલ મહેતા, મુકેશ શાંતિલાલ મહેતાના ભાઇ. સ્વ. કુસુમબેન ભાસ્કરભાઇ શાહ, સ્વ. દેવયાનીબેન ચંદુલાલ પારેખ, હિનાબેન જસવંતરાય શાહના ભાઇ. ગં. સ્વ. નીલાબેન અશ્વિનભાઈ પારેખના ભાઇ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
કોટડા (રોહા)ના સતીષ હીરજી હેમરાજ ગાલા (ઉં. વ. ૮૩) તા. ૨૨-૧૧-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. ખેતબાઈ/લક્ષ્મીબેન હીરજી હેમરાજના પુત્ર. વાસંતીના પતિ. ધીરેનના પિતા. જ્યોતિ મહેન્દ્ર, પુષ્પા કાંતિ, દેવપુરના પાનબાઇ લક્ષ્મીચંદ, ગઢશીશાના પુષ્પા મોરારજીના ભાઇ. દેવપુરના નેણબાઇ શામજી ઉમરશી હરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ધીરેન ગાલા, ૦૯, ધનંજય કૃપા, રામનગર, ડોંબીવલી (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
