ઘોઘારી વિશાશ્રી માળી જૈન સાવરકુંડલા નિવાસી હાલ-મુલુન્ડ સંઘવી શાંતીલાલ અમીચંદ સંઘવીના સુપુત્ર સ્વ. જયસુખલાલ શાંતીલાલ સંઘવીના ધર્મપત્ની કોકીલાબેન જયસુખલાલ સંઘવી (ઉ.વર્ષ.૭૨) તા. ૧૩-૧૧-૨૦૨૫ ગુરુવારના અવસાન પામેલ છે. તે મિનલ નિપુલકુમાર શ્રેણિક, હીરેનના માતુશ્રી તથા પ્રિયશાના નાની તથા કળાબેન ભોગીલાલ, અનોપબેન વ્રજલાલ, હીરાબેન રમણીકલાલ, હંસાબેન ચંદ્રકાન્તભાઇ, જ્યોતીબેન ભુપતભાઇ, અરુણાબેન વિરેન્દ્રભાઇના ભાઇના પત્ની. પિયર પક્ષે તણસાવાળા પરમાણંદદાસ જગજીવનદાસ વોરાની દિકરી. સ્વ. પ્રવિણભાઇ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ, મંજુલાબેન, ભારતીબેન, શકુન્તલાબેન, પ્રતિભાબેન તથા સ્વ. વીણાબેન અને સ્વ. દક્ષાબેનના બેન. બન્ને પક્ષની સાદડી :- શનિવાર તા. ૧૫.૧૧.૨૫ બપોરના ૨થી ૫. કલાકે એમના નિવાસસ્થાને રહેકણ : હીરેન જયસુખલાલ સંઘવી, ૧૦૩, અમૃત ટાવર, રાજેન્દ્ર પ્રસાદ માર્ગ, તાંબેનગર, મુલુન્ડ (વેસ્ટ).
જાફરાબાદવાળા હાલ થાણા નિવાસી ગં. સ્વ. કુંદનબેન જીતેન્દ્ર ગોરડીયા (ઉં. વ. ૮૩) તા. ૧૨-૧૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. લીલાબેન ગોકલદાસ પારેખના દીકરી. અજય તથા અલ્પાના માતુશ્રી. સોનલ અને મિહિરના સાસુ, ઝુબીનના દાદી. ડેનિશા અને આદિત્યના નાની. ધીરુભાઇ, મહેન્દ્રભાઇ, અરુણાબેન તથા નીરૂબેનના મોટા બહેન.
નવીનભાઇ લક્ષ્મીદાસ (બાબુભાઇ) વેદાંત સ્વ. ચંચળબાઇ લક્ષ્મીદાસ (બાબુભાઇ)ના પુત્ર. સ્વ. પુષ્પકાંત સ્વ. હિરાબેન મણિલાલ, સૌ. વાસંતીબેન વિનેશભાઇના ભાઇ. સ્વ. દિવાળીબેનના પતિ (ઉં. વ. ૯૦) મૂળગામ ડોણ હાલ ઘાટકોપર સોમવાર, ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. કિરણ નીકેતન, ત્રીજે માળે, ભાટિયા વાડીની બાજુમાં, ભાનુશાળી વાડીની સામે, ટિળક રોડ, ઘાટકોપર (પૂર્વ).
હાલાઈ બ્રહ્મક્ષત્રિય અશ્વિન વિનોદરાય કાપડિયા તા. ૯-૧૧-૨૫ના શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. જસવંતીબેન વિનોદરાય કાપડિયાના પુત્ર. જ્યોતનાબેનના પતિ. ચેતના જાનકી પ્રશાંતના પિતાશ્રી. મેઘનાના સસરા, શશિકાંત કેશવલાલ વાલેરાના જમાઈ. સ્વ. નિરુપમાબેન, સ્વ. અરવિંદ ભાઈ, કૃષ્ણકાંતભાઈ, ગંગાસ્વરૂપ દેવયાનીબેન અને પ્રદિપભાઈના મોટા ભાઈ. સ્થળઃ શ્રી કચ્છ કડવા પાટી દાર સમાજ થાણે કોમ્યુનિટી હોલ. સરનામું: લેવિનો કપૂર કમ્પાઉન્ડ, હોટેલ જીંજર પાસે (રોયલ ઇન), રાજુ હોસ્પિટલની સામે, કેસલ મિલ નાકા, એલ.બી.એસ. માર્ગ, થાણે-૪૦૦ ૬૦૧.
હાલાઈ લોહાણા મૂળ ગામ વાકાનેર, હાલ ઘાટકોપર મુંબઈ નિવાસી સ્વ. રતિલાલ કરસનદાસ પુજારાના ધર્મપત્ની કાન્તાબેન (ઉં.વ. ૯૦) તા. ૧૨/૧૧/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જડીબેન મણિલાલ બુદ્ધદેવના પુત્રી. તે કલ્પનાબેન, બિમલભાઈ અને મુકેશભાઈના માતૃશ્રી. અજયભાઈ તન્ના પારૂલબેન અને નીતાબેનના સાસુ. તે સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. લાભુબેન દ્વારકાદાસભાઈ ગોટેચા, ગં.સ્વ. ચારુબેન વસંતભાઈ ભોજાણી, ગં.સ્વ. પ્રીતિબેન પ્રમોદભાઈ ગોકાણી તથા ગં.સ્વ. લિલાબેન નરેન્દ્રભાઈ ઠક્કરના ભાભી. તે રૂચિતા, પિનાંક, પૂજા પ્રણવ દેશપાંડે, સલોમી ઉદિત જૈનના દાદી. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૪/૧૧/૨૫ શુક્રવારના રાખેલ છે. સમય સાંજે ૫.૩૦ થી ૭.૦૦. સ્થળઃ લેવેન્ડર બાઉ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ -४०००७७. લૌકીક વ્યવહાર ની પ્રથા બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન ગામ રવના વધાણ કંકુબેન ભીમશી અખાના પૌત્રવધુ રમીલાબેન નેમચંદ ભીમશીના સુપુત્ર મહેશના ધર્મપત્ની મિતાલી (ઉ.વ. ૩૮) સુરત મુકામે તા. ૧૧-૧૧-૨૫ના અવસાન પામેલ છે. રજનીકના માતુશ્રી. નિશીત ગ્રીષ્માના ભાભી. સુવઇ કંકુબેન રતનશી નાથા મોતાની સુપૌત્રી. સ્મીતા જયંતીની સુપુત્રી. પ્રાર્થના તા. ૧૪-૧૧-૨૫ના શુક્રવાર ૧૦થી ૧૧.૩૦, ઠે. ક્રાંતિ વિસરીયા હોલ, બેડેકર હોસ્પિટલની સામે, થાણા (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સ્વ. માતુશ્રી પદમાબેન મનસુખલાલ શાહ (ઉં.વ.૯૪) (જસપરાવાળા) તા. ૧૧-૧૧-૨૫ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.મનસુખલાલ ગિરધરલાલ શાહના ધર્મપત્ની. પિયુષ, વિપુલ, સ્વ. ઉર્વશીબેન પ્રબોધકુમાર શાહ (ટાણાવાળા) તથા સ્વ. ફાલ્ગુનીબેન શૈલેષકુમાર શાહ (દુદાણાવાળા)ના માતુશ્રી. પારુલ, હિનાના સાસુ. કિશોરભાઇ, સ્વ. જયભદ્રાબેન જગમોહનદાસ લાખાણીના ભાભી. અક્ષય, હિરલ, રૂચી, પ્રિયાંક, ભાવિક, અંકુરના બા. (ભાવનગરવાળા) સ્વ.પ્રેમચંદ શામજીના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૧-૨૫ શનિવારે બપોરે ૨થી ૪. ઠે. ગોપુરમ હોલ, પુરુષોતમ ખેરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
