કચ્છી લોહાણા – સ્વ. સીતાબેન વસનજીભાઈ કારિયા (ગામ ખોંભડી, હાલ મુલુંડ)ના મોટા પુત્રવધૂ પુર્ણિમાબેન શિરીપ કારિયા (ઉ.વ. ૬૬) તા. ૭-૧૦-૨૫, મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. કલાવતીબેન જમનાદાસ ચંદે (ગામ નલિયા)ની વચેટ પુત્રી. જય અને કરનના મમ્મી. પૂજા અને દિપાના સાસુ, સ્વ. મીનાબેનના જેઠાણી. ગં.સ્વ. હંસાબેન પ્રવીણભાઈ કતિરા, ગં.સ્વ. જયશ્રીબેન તુલસીદાસ ચોથાણી, બિપિનભાઈ, કામીનીબેન દીપકભાઈ સોમેશ્વરના ભાભી. આધ્યા, ત્રિષીકાના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૧૦-૨૫ના ૫.૩૦થી ૭. પ્રાર્થનાસ્થળઃ શ્રી જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર હોલ, નાહુર રોડ, મેહુલ સિનેમા પાસે, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી લોહાણા – કચ્છ ગામ ખોંભળીના હાલ ચુનાભઠ્ઠી (મુંબઈ), સ્વ. રામજીલાલજી કારિયાના પુત્ર કેશવજી (ઉં.વ. ૮૪) તે કરમશી પરસોત્તમ સોમેશ્વર (કલકતા)ના જમાઈ. સ્વ. સાવિત્રીબેનના પતિ. હિતેન કમલેશના પિતા. મીરાબેન તથા દર્શનાબેનના સસરા. સ્વ. નર્મદાબેન, સ્વ. કમળાબેન, પ્રભાબેન, સ્વ. સીતાબેન, કુસુમબેન, તારાબેન, ઉપાબેન, ભાવનાબેન તથા જ્યોત્સનાબેનના ભાઈ. તા. ૬-૧૦-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે, તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૧૦-૨૫ના ૫થી ૭. રાષ્ટ્રીય શાળા બેન્કવેટ હોલ, ગ્રાઉન્ડ ફલોર, ઉપાશ્રયલેન, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘાટકોપર નિવાસી સ્વ. મોંઘીબેન ભગવાનદાસ જગડના પુત્રી હાલ માટુંગા રેખાબેન હરીશભાઈ વોરા (ઉ. વ. ૭૨) શનિવાર, ૪-૧૦-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ, કીર્તિભાઈ, મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ, વિજયભાઈ, શારદાબેન પડીયા, સ્વ. કપિલાબેન ધીરજલાલ શાહ, ભારતીબેન મામતોરા, રેખાબેન મણીયારના બહેન. મનીષા, મુકેશ, રૂપલ, નીશા, નિકીતાના ફઈ. ભાવના અને મયંકના માસી. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા અ.સૌ. રશ્મિબેન રમેશભાઈ સંપટના ધર્મપત્ની તે કેતન, ધર્મેશ, મયુરાના માતુશ્રી. અલ્પા, બીના તથા આરતીના સાસુ, તે સ્વ. જેઠાલાલ આશર તથા સ્વ. કુસુમબેન આશરના દીકરી ૭-૧૦-૨૫, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૨૫ના ૫ થી ૬, નિવાસસ્થાને રાખેલ છે. ઓમ સૈહ્યાદ્રી હાઈટ્સ, બિલ્ડીંગ નંબર ૩૫, ૧૬મા માળે, ભાજી ગલ્લી, શિવાજી ટેકનીકલની પાસે, ઘાટકોપર (ઈ).
ગામ સુવઈના સ્વ. રમાબેન સતરા (ઉં.વ. ૮૫) -તા. ૬-૧૦-૨૫ના રોજ અવસાન પામેલ છે. સ્વ. ધનીબેન મેકણનાના પુત્રવધૂ, સ્વ. ગાંગજીના ધર્મપત્ની. કાંતિલાલ, હસમુખ, ગીરીશ, જવેર, દમયંતીના માતુશ્રી. મંજુલા, ગુણવંતી, હંસા, હસમુખ, અમૃતલાલના સાસુ, પરીન, પ્રતીક, કાર્તિક, ઋતુજ, પ્રિતી, હીના, જેમીની, વૃત્તિકાના દાદી. વણોઈના -લખમાબેન સાંગણ મુરજી શાહના દીકરી. પ્રાર્થનાસભા ૯.૧૦.૨૫ના ૧૦.૩૦ થી ૧૨. સ્થળઃ ટીપટોપ પ્લાઝા, થાણા – વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
