કચ્છી લોહાણા –
સ્વ. રુક્ષ્મણીબેન લઘુભાઈ રૂપારેલ કચ્છ ગામ સંઘડ હાલે મુલુંડવાળાના પુત્રવધૂ અ.સૌ જ્યોતિબેન (ઉં.વ. ૬૭) તે તા. ૨૦-૯-૨૫ શનિવારના રામશરણ પામેલ છે, તે અરવિંદભાઈના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન નાનાલાલ (બચુભાઈ) દૈયા કચ્છ ગામ દુધઈ હાલે ઘાટકોપરવાળાના મોટા પુત્રી. તે દીપેશ, ભાવના ભુપેન્દ્ર રાયચના તથા મીતા પ્રકાશ ખાટના માતૃશ્રી. તે પ્રક્ષા, ભુપેન્દ્રભાઈ તથા પ્રકાશભાઈના સાસુ. તે હસુ (દક્ષા ) મયુર ચોથાણી તથા ચંદ્રકાંતભાઈ (પપ્પુ)ના મોટા બહેન. તે સ્વ. દમયંતીબેન લવજી ચોથાણી, ગં.સ્વ. જયશ્રીબેન માધવજી ચોથાણી, સ્વ. રમેશચંદ્ર તથા રજનીકાંતના મોટા ભાભી. તેમના બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૫ સોમવારના સાંજના ૪ થી ૫.૩૦ વગે સારસ્વત વાડી ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ મુલુંડ વેસ્ટ મધ્યે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. મનસુખલાલ કેશવજી દોશી દેવળીયાવાળાના સુપુત્ર પંકજ (ઉં. વ. ૬૧) તે રેખાબેન (કુસુમબેન)ના પતિ. કેવલના પિતાજી. ભાનુબેન અને શૈલેષના ભાઇ. શાંતિભાઇ અને હરિભાઇ વલ્લભદાસ ઝવેરી પાલિતાણાવાળાના ભાણેજ-સાસરા. સસરા પક્ષે હણોલ નિવાસી કપૂરચંદ પ્રેમચંદ શાહના જમાઇ. તા. ૨૦-૯-૨૫ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની સાદડી તા. ૨૨-૯-૨૫ના બપોરે ૩થી ૫. ઠે. મુલુંડ હાઇસ્કૂલ, ચંદનબાગ રોડ, મુલુંડ (વેસ્ટ), બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.
મૂળ ગામ હડિયાણા હાલ થાણા નિવાસી મંજુલાબેન ભૂપેન્દ્રભાઈ માણેક (ઉ.વ. ૭૩) તે ભુપેન્દ્રભાઇ વલ્લભદાસ માણેકના પત્ની. તે મિહિર, પૂર્વી પૈઠણકર, દિપા મયંક શર્માના માતુશ્રી. તે મયંકભાઈ શર્માના સાસુ. તે સ્વ. રંભાબેન તેમજ સ્વ. વલ્લભદાસ મોનજી બારાઈના પુત્રી. તે સ્વ. સવિતાબેન જસવંતરાય રાજા, મનસુખભાઈ, સ્વ. પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, સ્વ. વિણાબેન સુરેશભાઈ સચદેવ, સ્વ. ઉમેશભાઈ, હસમુખભાઈ, દેવેન્દ્રભાઈ, આશિષભાઈ, પરેશભાઈના બહેન. તે નતાશા, જીયા તેમજ કબીરના નાની. બુધવાર તા. ૧૭/૯/૨૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી તેમ જ લૌકિક પ્રથા બંધ છે.
વડાલાના જય વેલજી શામજી ઇશરાણી (ઉં.વ. ૮૩) તા. ૧૮-૯-૨૫ના અમેરિકામાં અવસાન પામેલ છે. પાનબાઈ વેલજી શામજીના પુત્ર. વર્ષાબેનના પતિ. સોના, રીનાના પિતા. ભારતી, ભાવના, રતિલાલ, ધીરજ, ચીમન, અશોક, દિનેશના ભાઈ. પત્રીના સરલાબેન કુમુદચંદ્ર ચાંપશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસઃ દિનેશ ઇશરાણી, ૬૦૧, બાલાજી કૃપા, ૩૧૨, તેલંગ રોડ, માટુંગા, મુંબઇ-४०००१८.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સણોસરાના જયંતી વિસરીયા (ઉ.વ. ૭૮)
૧૯-૯-૨૫ના અવસાન પામેલ છે. કેસરબેન કલ્યાણજી હીરજીના સુપુત્ર. નિર્મળાના પતિ. કેયુરના પિતા. અમૃત, હરીશ, કીરણ, કીશોર, વાસંતી, મંજુલાના ભાઇ. બાડા દિવાળીબેન મેઘજી રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
ઠેકાણું : નિર્મળા વિસરીયા, ૨૦૪, દેવબાપા સોસાયટી, ખારકર અલી, થાણા (વે) ૬૦૧.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
