મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં અપેક્ષિત હોવાથી આ વર્ષના ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોમાં રાજકીય સ્પર્ધા દેખાઈ રહી છે. મંડળોના પ્રવેશદ્વાર પર રાજકીય પક્ષોના, નેતાઓના જાહેરાત હોર્ડિંગ દેખાય છે. એના પર જે તે મંડળ પર કયા પક્ષનો રાજકીય હાથ છે એ દેખાઈ રહ્યો છે. વધુમાં વધુ મંડળોના પ્રવેશદ્વાર પર પોતાના નેતાઓના ફોટો ચમકે એ માટે રાજકીય પક્ષોમાં પણ સ્પર્ધા લાગી છે. જો કે ગણેશોત્સવને રાજકારણથી દૂર રાખો એવી હાકલ ગણેશોત્સવ સમન્વય સમિતિએ કરી છે. રાજ્યની રખડી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ ટૂંક સમયમાં અપેક્ષિત છે.
મુંબઈ મહાપાલિકાએ આગામી ચૂંટણી માટે વોર્ડની ભૌગોલિક સીમા બાબતની રૂપરેખા શુક્રવાર 22 ઓગસ્ટના જાહેર કરી. તેથી ગણેશોત્સવના ટાંકણે મુંબઈ મહાપાલિકા ચૂંટણીનું બ્યુગલ વાગ્યુ છે. ગણેશોત્સવમાં રાજકીય પક્ષોમાં સ્પર્ધા થતી હોય છે. આ મંડળો પોતાના પક્ષ સાથે નજદીકી રાખે એ માટે રાજકીય પક્ષો તેમને જાહેરાત આપે છે. મંડળોના મંડપ બહારના રાજકીય પક્ષની જાહેરાત જોઈએ તો મંડળને કયા પક્ષનો ટેકો છે અથવા કયા પક્ષને મંડળ ટેકો આપે છે એનો અંદાજ લગાવી શકાય છે. શિવસેનાના બે ફાડિયા થયા પછી થનારી મુંબઈ મહાપાલિકાની આ પ્રથમ જ ચૂંટણી હોવાથી શિવસેના સાથે સંલગ્ન મંડળોને આ રાજકીય સ્પર્ધાનો ફટકો પડી રહ્યો છે.

મુંબઈમાં લગભગ 12 હજાર સાર્વજનિક મંડળો છે. મોટા ભાગના મંડળોના સલાહકાર રાજકીય નેતાઓ હોય છે. તેથી આ મંડળો જે તે રાજકીય પક્ષ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. આ વર્ષે રાજ્ય સરકારે ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે. તેથી એક રીતે સત્તાધારી મહાયુતીએ પહેલાં જ ગણેશોત્સવ મંડળોને ખુશ કર્યા છે. તેથી આ વખતનો ગણેશોત્સવ રાજકારણનો અખાડો બનશે.
મંડળોમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ ગણેશોત્સવ મંડળોમાં વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ હોય છે. તેથી મંડળોમાં આ રાજકારણ લાવવું નહીં એવી હાકલ સમન્વય સમિતિએ કરી છે. ફક્ત એક જ પક્ષ સાથે સંબંધિત નેતાઓને બોલાવવા, એક જ પક્ષના નેતાઓના ભાષણ રાખવા, એક જ પક્ષની જાહેરાતના હોર્ડિંગ જેવા સ્વરૂપનું રાજકારણ હોવું ન જોઈએ એવો મત સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે વ્યક્ત કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
