સોશિયલ મીડિયામાં વધી રહેલા રીલ્સ અને મિનીબ્લોગના ટ્રેન્ડ પર નિયંત્રણ માટે મહારાષ્ટ્ર પોલીસ દળે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વીડિયો તૈયાર કરીને પોસ્ટ કરવો નહીં એવો સખત નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે એવો સ્પષ્ટ ઈશારો આપવામાં આવ્યો છે.
સ્પેશિયલ બ્રાન્ચના ઉપાયુક્ત દત્તાત્રય કાંબળેએ જારી કરેલા પરિપત્ર અનુસાર મહારાષ્ટ્ર પોલીસ દળના 51 હજાર પોલીસ કર્મચારીઓને આ આદેશ લાગુ થાય છે.
તાજેતરના સમયમાં અનેક પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં રીલ્સ, મિનીબ્લોગ અથવા અન્ય પ્રકારની વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોવાનું જણાયું છે.

પરિપત્રમાં કરેલી નોંધ પ્રમાણે આવા વીડિયોમાં અનેક વખત અજાણતા કાર્યાલય પરિસર, સરકારી વાહન, ઉપકરણો અથવા ફરજ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી દેખાય છે. તેથી પોલીસ વિભાગના ગોપનીયતા અને કાર્યાત્મક સુરક્ષાને જોખમ ઊભું થઈ શકે છે એવી ચિંતા વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્ત કરી છે.
હવેથી સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો દેખાશે તો સંબંધિત અધિકારી કે કર્મચારી પર તરત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
