ડોંબિવલીનો નમો રમો ગરબા દેવી ભક્તો માટે શ્રદ્ધાનું સ્થાન બની રહ્યો રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં સાવળારામ મહારાજ ક્રીડા સંકુલમાં ભવ્ય મંડપમાં આ આયોજન કરાયું છે, જ્યાં રોજ અલગ અલગ રંગનાં નૈસર્ગિક ફૂલોની આકર્ષક અને અત્યંત નાવીન્યપૂર્ણ સજાવટ કરાય છે.
આથી ગરબા મનોરંજનથી પણ વધુ શ્રદ્ધા અને આસ્થાનો મુદ્દો બન્યો છે, એમ ભાજપના પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું હતું.
રાજ્યની સાંસ્કૃતિક રાજધાની ડોંબિવલીમાં છેલ્લાં થોડાં વર્ષથી નમો રમો નવરાત્રિ પ્રચલિત બની છે. આ વખતે નિલેશ ગઢવી, અલ્પાબેન પટેલ, રાહુલ પુરેચા, માધવી શ્રીવાસ્તવ, અંશિકા ચોણકર ખેલૈયાઓને ઝુમાવી રહ્યાં છે.

આ સાથે સિંધુદુર્ગના ભજન મંડળ દ્વારા પરફોર્મ કરાય છે. દેવી મહાત્મ્ય પારાયણ, ચન્ડિયાગ, લલિતા સહસ્રામૃત નિમિત્તે થયેલા વેદમંત્રીથી નમો રમો મંડપમાં નાદબ્રહ્મ અનુભૂતિ મળી હોવાનું ભક્તોનું કહેવું છે.
કલા દિગ્દર્શક સંજય ધબડેએ સેટ ઊભો કર્યો છે. 70 હજાર ચોરસફૂટની જગ્યામાં સ્વસ્તિક ઈવેન્ટસના અનિલ પાસડે 135 બાય 500 ફૂટનો ભવ્ય એસી ડોમ ઊભો કર્યો છે. ચવ્હાણે જણાવ્યું કે દશેરાના દિવસે રાવણ દહન કરાશે. સાંજે 6 વાગ્યાથી આ કાર્યક્રમ યોજાશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
