મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને એસ.ટી. મહામંડળના અધ્યક્ષ પ્રતાપ સરનાઇકે એક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, એસ.ટી. મહામંડળની ખાલી પડેલી જમીન, વર્કશોપ અને બસ સ્થાનકોની છત પર સૌર ઊર્જા પ્રકલ્પ (સોલાર એનર્જી હબ) ઊભો કરવામાં આવશે, જેના માધ્યમથી દર વર્ષે આશરે 300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રકલ્પથી દર વર્ષે 1,000 કરોડ રૂપિયાની વીજળીનું મૂલ્ય નિર્માણ થશે અને એસ.ટી. મહામંડળને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ રહેશે. સરનાઇક મંત્રીએ એસ.ટી. મહામંડળના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ યોજના રજૂ કરી. બેઠકમાં ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક ડૉ. માધવ કુસેકર સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
સરનાઇકે જણાવ્યું કે, આ પ્રકલ્પ ભવિષ્યમાં સમગ્ર રાજ્ય માટે એક પથદર્શક ઊર્જા મોડેલ સાબિત થશે. એસ.ટી.ની ખાલી જગ્યાઓ પર ખાનગી-સરકારી ભાગીદારીથી વિકાસ પ્રકલ્પો સાથે સૌર ઊર્જા ફાર્મ પણ ઊભા કરાશે. હાલમાં એસ.ટી. મહામંડળને પોતાની સ્થાપનાઓ માટે દર વર્ષે આશરે 15 મેગાવોટ વીજળીની જરૂર પડે છે, જેના માટે 25 થી 30 કરોડ રૂપિયા મહાવિતરણ કંપનીને ચૂકવવા પડે છે. ભવિષ્યમાં હજારો ઇલેક્ટ્રિક બસો ઉમેરાતાં 280 મેગાવોટ વીજળીની વધારાની જરૂર પડશે. જો આ વીજળી સૌર ઊર્જાથી જ ઉત્પન્ન કરવામાં આવશે, તો દર વર્ષે એસ.ટી.ને અંદાજે 1,000 કરોડ રૂપિયાની બચત થશે.

સરકારની ખાલી જમીનનો પણ ઉપયોગ આ પ્રકલ્પ માટે એસ.ટી.ની ઉપલબ્ધ જમીન ઉપરાંત શાસનની ખાલી જમીન પર પણ સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. સરકારની મંજૂરીથી નામમાત્ર ભાડે આ જમીન ઉપયોગમાં લેવાશે. ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ મળતી આર્થિક સહાયનો પણ ઉપયોગ થશે. સરનાઇકે કહ્યું કે, આ પ્રકલ્પ પૂર્ણ થતાં એસ.ટી.ને હવે સરકાર પાસે આર્થિક મદદ માટે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે. આ સૌર ઊર્જા હબ રાજ્ય માટે સ્વચ્છ ઊર્જાનો પથદર્શક મોડેલ બની રહેશે અને મહારાષ્ટ્રના ઊર્જા સ્વાવલંબનમાં એક મહત્વનો ટપ્પો સાબિત થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
