મુંબઇમાં દિવાળીના ફટાકડાના ધૂમધડાકા શરૃ થઇ ગયા છે ત્યારે પોલીસ જોરદાર ધમાકાવાળા ફટાકડા ફોડવા પર અને ગેરકાયદેસર વેચાણ પર નજર રાખવા સજ્જ થઇ ગઇ છે. આવી જ રીતે આગ કે અકસ્માત નિવારવા માટે સબર્બન ટ્રેનોમાં ફટાકડાની હેરફેર અટકાવવા માટે રેલવે પોલીસોએ દરેક સ્ટેશનો પર જાપ્તો વધારી દીધો છે.
હેરના દરેક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે રોજેરોજનો રિપોર્ટ ફાઇલ કરવો પડશે. આ રિપોર્ટમાં ધ્વનિ- પ્રદૂષણના નિયમોનો ભંગ, જાહેર જગ્યાએ ગેરકાયદે ફટાકડાના વેચાણ, પ્રતિબંધિત ફટાકડા ફોડવા સહિતના કેટલા કેસ નોંધાયા તેની જાણકારી કમિશનર ઓફિસને આપવી પડશે.

દિવાળીના દિવસોમાં બેફામ વર્તન કરતા બાઇકર્સ, હેલ્મેટ પહેર્યા વિના ટુ- વ્હિલર પર ટ્રીપલ સવારી કરી નીકળતા યુવકો અને ક્યારેક યુવતીઓની છેડતી કરી તેમની ઉપર સળગતા ફટાકડા ફેંકી બાઇક પર નાસી જતા મવાલીઓ પર પોલીસ સી.સી.ટી.વી. કેમેરાથી નજર રાખશે. સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરીને તત્કાળ પોલીસ કાર્યવાહી કરશે.
ફટાકડા ફોડતી વખતે પ્રાણીઓનો ખ્યાલ રાખો
દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે પ્રાણીઓનો ખાસ ખ્યાલ રાખવાની અપીલ પ્રાણીપ્રેમી પોલીસ અધિકારી સુધીર કુડાળકરે કરી છે. સૂતળી બોમ્બ કે મોટા ટેટાની લૂમ પ્રાણીની પૂંછડી સાથે બાંધીને ફોડવાની તેમ જ સળગતા ફટાકડા શ્વાન કે બિલાડી પર ફેંકવા જેવી ક્રુર મસ્તીથી દૂર રહેવાની જરૃર છે. આવી ફરિયાદ મળતાની સાથે જ પશુ ક્રુરતા અધિનિયમ ૧૯૮૬ની જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
