
મહારાષ્ટ્રના પનવેલનું એક 40 જણનું ગ્રુપ હુમલામાં સપડાઈ ગયું હતું, જેમણે પણ ભયાવહ અનુભવ વર્ણવ્યો. સુબોધ પાટીલ અને તેમનાં પત્ની માણિક સહિતનું આ 40 જણનું ગ્રુપ હુમલામાં સપડાઈ ગયું હતું. તેમાંથી એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આતંકવાદીએ એક પર્યટકને ઉર્દૂ ભાષાનું પુસ્તક વાંચવા માટે આપ્યું હતું. તે વાંચી નહીં શકતાં તેને ઠાર માર્યો.
સુબોધ પાટીલ ખુદ એક ચાની ટપરીમાં છુપાઈને બેઠો હતો. તે સમયે તેની ગરદનને સ્પર્શીને એક ગોળી નીકળી ગઈ હતી. તે બાલબાલ બચી ગયો છે. ધનંજય જાધવ અને પૂજા મોરેએ પાટીલની હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરી હતી. બીજી બાજુ પહલગામના બૈસરનમાં આતંકવાદી હુમલો થયો તેના અમુક કલાક પૂર્વે કોલ્હાપુરનાં ત્રણ કુટુંબ ત્યાં હતાં. સદનસીબે તેઓ બચી ગયા છે. આ ઘટના વિશે જાણ થતાં જ સંબંધીઓના ફોન પર ફોન આવી રહ્યા છે, પરંતુ નસીબ બળવત્તર હોવાથી અમે બચી ગયા. સરકારે કઠોર કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી તેમણે કરી હતી.

બીજી બાજુ કોલ્હાપુરના અનિલ કુરણે અને તેના સહયોગીઓને પહલગામ સુધી પહોંચવા માટે ઘોડા સમયસર નહીં મળતાં મોડું થઈ ગયું હતું. પહલગામથી દોઢ કિલોમીટર પાછળ હતા ત્યારે આતંકવાદી હુમલો થયો હતો. ટ્રાવેલ્સના ડ્રાઈવરે હુમલાની માહિતી આપતાં જ કુરણે અને તેના સહયોગીઓ પાછી જમ્મુ- કાશ્મીરમાં આવી ગયા, જ્યાં તેઓ હવે સુરક્ષિત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
