અમેરિકા- ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ બાદ મુંબઈમાં એલપીજી સિલિંડરનો પુરવઠો ખૂટી પડ્યો છે. આને કારણે ઘરેલુ ઉપભોક્તાઓ સાથે હોટેલ- રેસ્ટોરાં પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ઘરેલુ વપરાશનું સિલિંડર હોટેલોમાં ઉપયોગ કરવાનું મંજૂર નથી. આમ છતાં અમુક હોટેલો અને રેસ્ટોરાં ખુલ્લેઆમ ઘરેલુ એલપીજી સિલિંડરનો ઉપયોગ કરી રહ્યા છે.

આવા જ એક કેસમાં ભારત ચેમ્બર ટ્રસ્ટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક હોટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તે ઘરેલુ એલપીજી સિલિંડરનો વાણિજ્યિક ઉપયોગ કરી રહી છે.

આ ફરિયાદ શનિવારે એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં અને રેશનિંગ વિભાગમાં પણ કરવામાં આવી છે.
ટ્રસ્ટના કાર્યાલય સચિવ અશોક અગ્રવાલ દ્વારા લખાયેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાલબાદેવી રોડ સ્થિત ભારત ચેમ્બર ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સંચાલિત લક્ષ્મી વિલાસ હોટેલ નિયમોન ઉલ્લંઘન કરી ઘરેલુ ગેસ સિલિંડરનો ઉપયોગ વ્યાવસાયિક કાર્યો માટે કરી રહી છે.
ટ્રસ્ટે પોલીસ પાસે માગણી કરી છે કે આ મામલામાં સખત કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પ્રતિષ્ઠાન આ રીતે અનધિકૃત કામ કરવાની હિંમત નહીં કરી શકે.
ઉપરાંત ફરિયાદ સાથે સંબંધિત સિલિંડરોની તસવીરો પણ પોલીસને સોંપવામાં આવી છે. ટ્રસ્ટની ફરિયાદ મળ્યા પછી રેશનિંગ અધિકારી કૃતિકા દેસાઈ એલટી માર્ગ સ્ટેશને પહોંચ્યાં હતાં, જ્યાં ઈપીઆઈ દિનકરે જણાવ્યું કે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455