જમ્મુ- કાશ્મીરમાં પહલગામ ખાતે આતંકવાદીઓએ કરેલા ક્રૂર હુમલા બાદ પાકિસ્તાન સહિત વિવિધ દેશના હેકિંગ ગ્રુપ દ્વારા ભારતીય પ્રણાલીઓ પર 10 લાખથી વધુ સાઈબર હુમલા થયા હોવાની નોંધ મહારાષ્ટ્ર સાઈબર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય પોલીસની સાઈબર ક્રાઈમ ડિટેકશન પાંખ મહારાષ્ટ્ર સાઈબર સેલ દ્વારા પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા તે ઘટના પછી ડિજિટલ હુમલાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

નિર્દોષ પર્યટકો પર પહલગામ આતંકવાદીઓએ ઘાતકી હુમલા કર્યા પછી દુનિયાભરમાં પડઘા પડી રહ્યા છે. ભારત દ્વારા તેની સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ 10 લાખથી વધુ હુમલાઓ ભારતીય પ્રણાલીઓ પર કરવામાં આવ્યા છે, એમ મહારાષ્ટ્ર સાઈબર વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ યશસ્વી યાદવે જણાવ્યું હતું.
ખાસ કરીને આ હુમલાઓ પાકિસ્તાન, મધ્ય પૂર્વ, ઈન્ડોનેશિયા અને મોરોક્કોથી ભારતીય વેબસાઈટો અને પોર્ટલો પર કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. ઘણા બધા સાઈબર ગ્રુપોએ ઈસ્લામી જૂથો હોવાનો દાવો કર્યો છે. આ સંભવિત રીતે સાઈબર યુદ્ધપાત હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સાઈબર સેલ દ્વારા આમાંથી ઘણા બધા સાઈબર હુમલાઓને સફળતાથી નાથવામાં આવ્યા છે, જ્યારે આવા હુમલાઓ ટાળવા માટે અહોરાત નજર રાખવામાં આવી રહી છે. સાઈબર પોલીસ ખડેપગે કામ કરી રહી છે. બીજી બાજુ સાઈબર સેલે સર્વ સરકારી વિભાગો માટે એડવાઈઝરી તૈયાર કરી છે. તેમને તેમનું સાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ મજબૂત બનાવવા માટે જણાવવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે દક્ષિણ કાશ્મીરના પહલગામ નજીક બૈસરન ખાતે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં નિર્દોષ લોકો માર્યા હતા, જે મોટા ભાગના પર્યટકો હતા. આમાંથી મહારાષ્ટ્રના છ જણ માર્યા ગયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
