મહાશિવરાત્રિના પાવન અવસરે લેખિકા ફાલ્ગુની યતીન મહેતાનાં ત્રણ પુસ્તકોનું વિમોચન વિશ્વ લાડ પરિષદ, મલાડ ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે સંવેદન મનથી મનની વાત (વાર્તા સંગ્રહ), સ્પંદન (કાવ્ય સંગ્રહ) અને સ્પર્શન સ્ત્રીનાં માહ્યલાંને (લેખ સંગ્રહ) એમ ત્રણ કૃતિઓનું વિધિવત્ અનાવરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર હિરેન મહેતા અને ડો. કવિત પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વિશ્વ લાડ પરિષદનાં પ્રમુખ રમા શાહ, કપોળ યુવક મંડળના પ્રમુખશ્રી હર્ષદ મોદી તથા કપોળ સમાજ દર્પણનાં તંત્રી નીલા સંઘવીના હસ્તે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં ગોપાલ પારેખ, સમાજ સેવક મુકેશ મહેતા (સોલાપુર), સી.બી. મોદી, ખુશાલદાસ પારેખ, નીતિન મંગળદાસ, નિરંજન શેઠ તથા રજનીકાંત પારેખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનોએ લેખિકા ફાલ્ગુની મહેતાની સાહિત્યિક પ્રતિભાની પ્રશંસા કરી અને તેમની કૃતિઓ સમાજમાં સંવેદના અને પ્રેરણાનું સંચાર કરશે તેવી શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ સંઘવી તિમિરે દ્વારા કરવામાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
