મુંબઈ સહિત રાજ્યમાં જાહેરાતના હોર્ડિંગ્સ પર અનેક બંધીઓ મૂકવામાં આવશે. વધુમાં વધુ 40 બાય 40 સાઈઝનું જ હોર્ડિંગ લગાડી શકાશે. મર્યાદા કરતા વધુ સાઈઝના જાહેરાત હોર્ડિંગ હટાવવામાં આવશે. ઈમારતની અગાશી, કમ્પાઉન્ડની ભીંત પર જાહેરાત હોર્ડિંગ લગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ બાબતે તમામ મહાપાલિકા, મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ સહિત વિવિધ સરકારી અને અર્ધસરકારી યંત્રણાઓને એક મહિનામાં કાર્યવાહી કરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે. ઘાટકોપર ખાતે જાહેરાત ગોર્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નિયુક્ત કરેલ ભૂતપૂર્વ જજ દિલીપ ભોસલેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો અહેવાલ અને કૃતી અહેવાલ રાજ્ય મંત્રીમંડળે સ્વીકાર્યો હતો.

ઘાટકોપર ખાતે 13 મે 2024ના સુસવાટા મારતા પવન અને મૂશળધાર વરસાદના કારણે મહાકાય આકારનું જાહેરાત હોર્ડિંગ પેટ્રોલપંપ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 17 નાગરિકોના મૃત્યુ થયા હતા. એ પછી મુંબઈ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં અનધિકૃત હોર્ડિંગનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ 23 સપ્ટેમ્બરના રાજ્ય સરકારની મંત્રીમંડળ બેઠક લેવામાં આવી હતી.
આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. એમાં જાહેરાત હોર્ડિંગ પર અનેક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં ઘાટકોપર ખાતે ગેરકાયદે હોર્ડિંગ તૂટીને થયેલી દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે ભૂતપૂર્વ જજ દિલીપ ભોસલેની અધ્યક્ષતા હેઠળ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિનો અહેવાલ, ભલામણો સહિત સ્વીકાર્યો હતો. તેમ જ આ અહેવાલના નિષ્કર્ષ, સમિતિએ સૂચવેલી ઉપાયયોજના પર કાર્યવાહીનો કૃતી અહેવાલ સ્વીકાર્યો. એના પર સંબંધિત વિભાગોને એક મહિનાની અંદર કાર્યવાહી કરવાનો નિર્દેશ મંત્રીમંડળની બેઠકમાં આપવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
