અસત્ય પર સત્યના વિજયનો તહેવાર એટલે દશેરા કે વિજયાદશમી. દશેરા દેવી દુર્ગાના નવરાત્રી તહેવારની પૂર્ણાહુતિ પછી આવે છે. નવરાત્રીનો નવદિવસીય તહેવાર પૂર્ણ થયાના દસમા દિવસે લોકો રાવણનું પૂતળા દહન કરીને દશેરાનો તહેવાર મનાવે છે. મોટાભાગના લોકો જાણતા જ હશે કે આ દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કરીને અધર્મનો નાશ કરીને પૃથ્વી પર ફરી ધર્મની સ્થાપના કરી હતી. આ દિવસે લોકો ઘણી જગ્યાએ રાવણનું પૂતળા દહન કરે છે. ત્યારે એવી માન્યતા છે કે દશેરા પર કરવામાં આવેલા શુભ કાર્યો જીવન પર સકારાત્મક અસર કરે છે, પરંતુ આ દિવસે કરવામાં આવેલી કેટલીક ભૂલો અશુભ પરિણામો પણ આપી શકે છે અને આર્થિક તંગી અથવા ગરીબી પણ લાવી શકે છે.
દશેરાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થશે પરેશાની

ક્રોધ અને કડવા વચનો ન બોલવા
દશેરાના દિવસે ગુસ્સો કરવો અને કઠોર શબ્દો બોલવાથી નકારાત્મક ઊર્જા વધે છે. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે અને માનસિક અશાંતિ આવે છે.
ખોટું બોલવાથી કે કપટથી બચો
દશેરાનો તહેવાર સત્ય અને ધર્મનું પ્રતિક છે. આ દિવસે ખોટું બોલવું કે કપટથી બચવું જોઇએ. તેનાથી જીવનમાં અવિશ્વાસ અને સમસ્યાઓ આવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
