ચોમાસાના આગમન પહેલા મુંબઈના નાનાં-મોટાં નાળા તથા ગટરોની સફાઈ પૂરી કરવાની છે ત્યારે ડેડલાઈનને પહોંચી વળવા કૉન્ટ્રેક્ટરો કામચોરી ન કરે તે માટે નાળાસફાઈ દરમ્યાન સંબંધિત એન્જિનિયરોએ વ્યક્તિ રીતે સાઈટ પર હાજરી પુરાવીને કામનો અહેવાલ લેવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો છે. એ સાથે જ નાળાની આસપાસમાં રહેતા લોકો તેમાં કચરો ફેંકે નહીં તે માટે તેમને રોકવા નાળાની બંને બાજુએ શક્ય એટલી વહેલી તકે જાળી બેસાડવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.
ચોમાસા દરમ્યાન પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈમાં ચોમાસા પહેલાના કામના ભાગ રૂપે નદી-નાળાની સફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે પરામાં ઘાટકોપર (પૂર્વ)માં છેડા નગર જંકશન નજીકનું સોમૈયા નાળું, કુર્લા સ્થિત માહુલ ખાડી નાળું, શિવડી-ચેંબુર રસ્તા પરની માહુલ ખાડી નાળું, વડાલામાં રાવળી નાળું, કુર્લા (ર્પૂ)માં નહેરુનગર નાળું, ધારાવી ટી જંકશન ખાતે દાદર-ધારાવી નાળાની સાથે જ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી મીઠી નદીની સફાઈનાં કામનું ઈન્સ્પેકશન કર્યું હતું.

મુખ્ય નાળાઓની સાથે જ ૧૭ કિલોમીટર લંબાઈની મીઠી નદીની સફાઈ મહત્ત્વની હોવાથી દરેક તબક્કામાં કેટલો ગાળ(કાદવ-કચરો) કાઢવો અપેક્ષિત છે અને કેટલા સમયમાં તે કામ પૂરું કરવાનું છે તેનું સૂક્ષ્મ આયોજન કરવાનું આદેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે. એ સાથે જ જયાં મીઠી નદીમાંથી કાઢવામાં આવેલ ગાળનું વજન કરવામાં આવે છે તે વજનકાટાના સ્થળે પૂરતી સંખ્યામાં સીસીટીવી બેસાડવા અને તેનું બૅકઅપ રાખવાનું અને તેનો રેકોર્ડ રાખવાનું ફરજિયાત રહેશે. ૩૧ મેની મુદતને પહોંચી વળવા માટે કામની ગુણવત્તાને અસર ના થાય તે માટે પૂર્વ ઉપનગરના મહત્ત્વના મોટા-નાના તમામ નાળાઓની અને મીઠી નદીની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે વ્યકિતગત રીતે ઈન્સ્પેકશન કરીને તેનો અહેવાલ સંબંધિત અધિકારીએ લેવાની સૂચના આ દરમ્યાન એડિશનલ કમિશનરે આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
