કફ પરેડ-બાન્દરા-સીપ્ઝ-આરે મેટ્રો-3 રૂટ પર પ્રવાસ કરનારા દિવ્યાંગ પ્રવાસીઓને ટિકિટ દરમાં સવલત આપવાનો નિર્ણય મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને લીધો હતો. આ સુવિધા રવિવાર 23 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. જો કે એ માટે દિવ્યાંગ વ્યક્તિઓએ મેટ્રોકનેક્ટ 3 એપનો ઉપયોગ કરવાનો રહેશે.
દિવ્યાંગોને એસટી અને બેસ્ટ બસમાં ટિકિટ પર સવલત મળે છે. લોકલ અને લાંબા અંતરની ટ્રેનમાં 80 ટકા દિવ્યાંગતા વાળી વ્યક્તિને ટિકિટ દરમાં 75 ટકા અને એના મદદનીશને ટિકિટ દરમાં 50 ટકા સવલત આપવામાં આવે છે. ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રો-1 રૂટ સહિત દહિસર-અંધેરી પશ્ચિમ મેટ્રો 2એ અને દહિસર-ગુંદવલી મેટ્રો-7 રૂટ પર પણ દિવ્યાંગોને ટિકિટ દરમાં સવલત આપવામાં આવે છે. મેટ્રો-3 રૂટનો આરે-બીકેસી તબક્કો ઓક્ટોબર 2024માં, બીકેસી-આચાર્ય અત્રે ચોક તબક્કો મે 2025 અને આચાર્ય અત્રે ચોક-કફ પરેડ તબક્કો 9 ઓક્ટોબર 2025ના પ્રવાસીઓ માટે શરૂ થયો હતો. હવે મેટ્રો-3 પૂર્ણ ક્ષમતાથી દોડે છે.

આ રૂટ શરૂ થયે એક વર્ષ અને સંપૂર્ણ રૂટ શરૂ થયે એક મહિનો વીતી ગયો છતાં મેટ્રો-3માં પ્રવાસ કરનારા દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટ દરમાં સવલત શરૂ કરવામાં આવી નથી. તેથી થોડા દિવસ પહેલાં દિવ્યાંગ વ્યક્તિઓના સંગઠનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને મેટ્રો-3માં પ્રવાસ કરતા દિવ્યાંગોને ટિકિટ દરમાં સવલત આપવાની માગણી કરી હતી.

For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga