તારક મહેતા કા ઉલટા ચશ્મા શો છેલ્લા 17 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોની સોશિયલ મીડિયા પર ફેન ફોલોવિગ પણ ઘણી જોરદાર છે. તારક મહેતાનું દરેક પાત્ર દર્શકોના દિલ સાથે જોડાયેલું છે. જેઠાલાલની મસ્તી હોય કે બબીતાજી પ્રત્યેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવે છે ત્યારે જેઠાલાલ અંગે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો નવા એપિસોડમાં ગોકુલધામ સોસાયટી ઓનલાઈલ સ્કેમમાં ફસાઈ છે તેથી લોકોના લાખો રૂપિયા એક સ્ક્રેમમાં ડૂબ્યા છે.
થોડા એપિસોડમાં નહીં જોવા મળે જેઠાલાલ
જોકે તારક મહેતાના દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આગામી થોડા એપિસોડમાં જેઠાલાલ જોવા મળશે નહીં. દિલીપ જોશી વ્યાપારી મંડળ સાથે હિમાલય ગયા છે. તેઓ થોડા દિવસો ત્યાં જ રહેશે. અભિનેતા પોતાનો ફોન પણ સાથે લઈ ગયા નથી તેથી તેમની સાથે કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકશે નહીં. સાથે જ તારક મહેતામાં જેઠાલાલે પૈસો કી બારિશ નામની એપમાં 15 લાખ રૂપિયા નાખ્યા હતા તે હવે તેમાં જ હંમેશા માટે ભૂલવા પડશે.

તારક મહેતા કા ઉલ્ટા ચમશાનો લેટેસ્ટ એપિસોડ ખૂબ જ મજેદાર રહેશે. કારણ કે ગોકુળધામ સોસાયટીના લોકો એક સ્કેમમાં ફસાયા છે. તેઓએ પૈસે કી બારીશ એપમાં પૈસા રોક્યા હતા. જેને શરૂઆતમાં તમામ લોકોને સારૂ રિટર્ન આપ્યું પરતું બાદમાં તમામ લોકોના પૈસા ફસાઈ ગયા હતા. પૈસા ડબલ કરવાની લાલચમાં ગોકુળધામ સોસાયટી ફસાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં તારક, સોઢી, અય્યર અને અબ્દુલે લાખો રૂપિયા રોક્યા હતા. જોકે આ બીજા દિવસે આ એપને ખોલવામાં આવી તો તમામના પૈસા ગાયબ થઈ ગયા હતા.
ત્યાર બાદ સોસાયટીના લોકો ચાલુ પાંડે પાસે પહોંચે છે અને સમગ્ર મામલા અંગે જાણ કરે છે. સાયબર ક્રાઈમે કહ્યું કે તેઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે તેમના પૈસા હવે આ એપમાં ડૂબી ગયા છે. આ વાત સાંભળતા જ ભિડે બેભાન થઈ જાય છે અને બાકીનાં લોકો ચોકી ઉઠે છે.

