
હવે હાઉસિંગ સોસાયટીઓના કમર્શિયલ પરિસરમાં બિયર કે વાઈન શોપ ખોલવાની હોય, તો હવેથી સંબંધિત સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) ફરજિયાત રહેશે, એમ ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે વિધાનસભામાં સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો તમામ સમાજના લોકોમાં આવકાર મળ્યો છે.
સોસાયટીની એનઓસી વગર રાજ્યમાં કોઈ નવી બિયર શોપ કે દારૂની દુકાન ખોલી શકાશે નહીં. જો મહાપાલિકા વોર્ડમાં દારૂની દુકાનો બંધ કરવાની જરૂર પડશે તો પ્રસ્તાવ પર પડેલા કુલ મતદાનના 75 ટકા મતદાનના આધારે નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓમાં બિયર અને દારૂની દુકાનોને મંજૂરી આપવામાં આવી રહી હોવાથી કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મહેશ લાંડગે અને એડવોકેટ રાહુલ કૂલ અને અન્ય સભ્યોએ ગૃહમાં આ અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.ચર્ચામાં ભૂતપૂર્વ મંત્રી સુધીર મુનગંટીવારે પણ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. આનો જવાબ આપતાં, અજિત પવારે કહ્યું કે સરકારની ભૂમિકા રાજ્યમાં દારૂનું વેચાણ વધારવાની નથી, પરંતુ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરવાની છે. રાજ્યમાં દાયકાઓથી દારૂના વેચાણના લાઇસન્સ પર પ્રતિબંધ છે. શાળાઓ અને કોલેજોના પરિસરમાં દારૂની દુકાનોને મંજૂરી નથી.
સ્થાનિક લોકોનો વિરોધ હોય તો મતદાન દ્વારા દારૂની દુકાનો બંધ કરાવવાની મંજૂરી આપતો કાયદો છે. વધુ સ્પષ્ટતા લાવવા માટે, દારૂની દુકાનો ખોલવાનો કે બંધ કરવાનો નિર્ણય મહાપાલિકા વોર્ડમાં કુલ મતદાનના 75 ટકા મત કયા પક્ષને મળે છે તેના આધારે લેવામાં આવશે. મંગળવારે વિધાનસભામાં એક સૂચનનો જવાબ આપતાં ઉપ મુખ્યમંત્રી અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં દારૂના વેચાણને પ્રોત્સાહન આપ્યા વિના ગેરકાયદેસર દારૂના વેચાણને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.દારૂના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં કોઈપણ ખલેલ પહોંચાડવામાં આવશે નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
