નવી મુંબઈના નવનિયુક્ત મેયર સુજાતા પાટીલ અને ઉપ-મેયર દશરથ ભગત તેમ જ નવનિયુક્ત સર્વે નગરસેવકો શિલ્પા ઠાકુર, શુભાંગીતાઈ પાટીલ, શશીકલા પાટીલ, દયાવતી શેવાળે, ભાઉસાહેબ ભાપકર, પ્રકાશ મોરે, શશીકાન્ત રાઉત વગેરેનું સન્માન કરવા અંગેનો કાર્યક્રમ મંગળવારે નવી મુંબઈ સ્થિત એ.પી.એમ.સી. માર્કેટની દાણાબજારની ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસિયેશન -ગ્રોમા સંસ્થાના કાર્યાલયમાં ગ્રોમા હાઉસ, વાશી, નવી મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રોમા સંસ્થાના પ્રમુખ અને નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ- કેન્દ્ર સરકાર, નવી દિલ્હીના સદસ્ય શ્રી ભીમજીભાઈ ભાનુશાલી, ઉપ પ્રમુખ અમૃતલાલ જૈન, સં. માનદ્દ મંત્રી જયંતભાઈ ગંગર, મનીષભાઈ દાવડા, ગ્રોમાના સં. માનદ્દ મંત્રી અને એ.પી.એમ.સી.ના સદસ્ય નિલેશભાઈ વીરા તથા કાર્યવાહક સમિતિના અન્ય સભ્યો અને દાણા બજારના પ્રમુખ વેપારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં સુજાતા પાટીલ અને દશરથ ભગતને શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એ.પી.એમ.સી. માર્કેટની સમસ્યાઓ બાબતે તેઓનું ધ્યાન દોરતાં ભીમજીભાઈએ માર્કેટમાં છેલ્લાં 2-3 વર્ષથી વરસાદનું પાણી ભરાતું હોવાથી વેપારીઓનો માલ ખરાબ થતો હોવાનું જણાવ્યું હતું.
બજારમાં વારંવાર વીજળીની થતી સમસ્યા, વેપારીઓ અને ગુમાસ્તા વગેરેને આવવા – જવા બાબતે થતી સમસ્યાઓ માટે બસની સગવડ બાબતે પણ તેઓનું ધ્યાન દોરાયું હતું. આ બાબતે તેમણે વેપારીઓની આ સર્વે સમસ્યાઓ વહેલી તકે સંપૂર્ણપણે દૂર કરવા ખાતરીપૂર્વકનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
