ઘાટકોપર વિસ્તારમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની લોકગાયિકા વેનિશા પટેલના સુરીલા સ્વર અને દેશી ઢોલના તાલે પાટીદાર ભાઈ- બહેનો ઝૂમી રહ્યાં છે. 2 ઓકટોબર સુધી આ ગરબા મહોત્સવ ચાલશે.આ નવરાત્રી મહોત્સવનું આયોજન કચ્છ વાગડ લેઉવા પાટીદાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
ફાઉન્ડેશનના પ્રમુખ બાબુભાઈ તથા દેવજીમામાના પ્રયત્નોથી અને પાટીદાર આગેવાન અને સુરતના ઓર્ગેનાઈઝર રમેશ ભાદાણીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે.ઘાટકોપરમાં વિદ્યાવિહાર, નીલકંઠ બિઝનેસ પાર્ક, ઇન્ટરલિંગ બેન્કવેમાં રોશનાઈ, સુંદર સજાવટ અને ઢોલના તાલે યુવાઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

વેનિશા પટેલ પરંપરાગત ગરબા ગીતો સાથે એક પછી એક લોકગીતો પર ખેલૈયાઓને ઝુમાવી રહી છે. તેને દેશી ઢોલના તાલનો સાથ મળ્યો છે.
ઘાટકોપરની ધરતી પર આયોજિત આ નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ સામાજિક એકતાનું પ્રતિક પણ સાબિત થયો. લોકગાયિકા વેનિશા પટેલે શ્રોતાઓ સાથે સંવાદ પણ સાધ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારો, યુવાનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
