નેમી ક્વિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રોગ્રામ લાઈટ, કેમેરા, એક્શન જે તારીખ 23 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ ધ ગ્રાઉન્ડ બેંક હોલ મુલુંડ વેસ્ટ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં મેમ્બરો માટે સરપ્રાઈઝ એવા આ પ્રોગ્રામમાં 8 ટીમને ગ્રુપ તરફથી અલગ અલગ ટોપિક ઉપર પર્ફોર્મ કરવા માટે અનેક વસ્તુઓ આપવામાં આવી હતી.



ત્યારબાદ દરેક ટીમ એક પછી એક પોતાને આપેલા ટોપિક ઉપર પર્ફોર્મ કરવાનું હતું, જેમાં મેમ્બરોએ ખૂબ સારી સુજબૂજ, ક્રિએટિવિટી અને ફની ટચ આપીને માહોલને રસપ્રદ તેમજ હાસ્યથી ભરપૂર બનાવવામાં કોઈ કમી છોડી ન હતી.





જજ તરીકે કાર્યક્રમમાં બ્લીસ યોગા સ્ટુડિયોના રચના શેઠિયાએ પરફોર્મ કરી દરેકને પેટ પકડીને હસાવ્યા હતા અને તે ટીમને વિજેતા જાહેર કરી હતી. તદુપરાંત વ્યક્તિગત રીતે બેસ્ટ પર્ફોર્મન્સ માટે પણ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા. ફુલ ધમાલ-મસ્તી માણીને કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો.



Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
