અંધેરી ખાતે ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા વર્ષાઋતુને વધાવવા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો મલ્હાર મહોત્સવ શુક્ર શનિ રવિ તારીખ 25 26 27 જુલાઈના સાંજે 6:30 વાગ્યાથી એસ પી જૈન ઓડિટોરિયમ ભવન્સ કેમ્પસ અંધેરીમાં યોજાયો છે.
આ મલ્હાર ઉત્સવના પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીતની વિદુષી ગાયિકા શૈલી તલવલકર મલ્હાર રાગના વિવિધ પ્રકારો રજૂ કરશે, તેમને હાર્મોનિયમ ઉપર સાથ આપશે જ્ઞાનેશ્વર સોનાવણે અને તબલા પર શ્રુતિશીલ ઉદ્ધવજી સંગત કરશે.કાર્યક્રમના બીજા દોરમાં વિખ્યાત વાયોલીન વાદક પંડિત કૈલાશ પાતરાજીનું વાયોલીન સોલો અને પંડિત કાલીનાથ મિશ્રાજી તબલા પર સંગત કરશે. વાયોલીન અને તબલાની જુગલબંધી જોવાનો આ અલભ્ય અવસર છે.

શનિવારે દ્વિતીય દિવસે શાસ્ત્રીય સંગીતની વિદુષી ગાયિકા ગૌરી પાઠારે મલ્હારના સુર વહેવડાવશે. તેમને હાર્મોનિયમ ઉપર સુપ્રિયા જોશી અને તબલા ઉપર પુષ્પરાજ જોશીજી સાથ આપશે. મધ્યાંતર બાદના બીજા દોરમાં વિખ્યાત પંડિત રૂપક કુલકર્ણી વાંસળીવાદન રજૂ કરશે. તેમને તબલા પર સાથ આપશે શ્રી રાજતામણકર.રવિવારે, ત્રિદિવસીય મલ્હાર મહોત્સવના છેલ્લે દિવસે વિશ્વપ્રસિદ્ધ રાગા પીયાનિષ્ઠ દિપક શાહ ગ્રાન્ડ પિયાનો પર મલ્હારના અનેક પ્રકારોનું વાદન કરશે સાથે ફ્લૂટ સિસ્ટર તરીકે જાણીતી બહેનોમાંની એક સૂચિસ્મિતા ચેટરજી વાંસળી પર સંગત કરશે અને વોકલ સપોર્ટ આયાશા મુખરજી આપશે, તબલા પર સંગત પંડિત કાલીનાથ મિશ્રાજી કરશે.

For more details… Contact 9322529232 / 9324483455
