પેટ્રોલ-ડીઝલના વાહનોના કારણે થતા પ્રદૂષણની નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ રહી છે. તેથી પર્યાવરણ સંવર્ધન માટે ઈલેકટ્રીક વાહનોનું ઉત્પાદન અને વપરાશને મોટા પ્રમાણમાં ઉત્તેજન આપવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. એના જ એક ભાગ તરીકે રાજ્યના બધા હાઈવે પર ટૂંક સમયમાં ઈલેકટ્રીક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમ જ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, સમૃદ્ધિ એક્સપ્રેસ વે અને અટલબિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા સીલિન્ક પર ઈલેકટ્રીક વાહનોને ટોલટેક્સમાંથી પૂર્ણપણે માફી આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઈલેકટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવું ધોરણ તૈયાર કર્યું છે.
મંત્રીમંડળની 29 એપ્રિલના પાર પડેલી બેઠકમાં આ ધોરણને મંજૂરી આપવામાં આવી હતી. પણ આ બાબતે જીઆર જારી કરવામાં આવ્યો નહોતો જે હવે શુક્રવાર 23 મેના જારી કરવામાં આવ્યો છે. એના દ્વારા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, સમૃદ્ધિ એક્સપ્રેસ વે અને અટલ સીલિન્ક પર પ્રવાસી ઈલેકટ્રીક વાહનોને 100 ટકા ટોલમાફી આપવામાં આવી છે.

માફ કરવામાં આવેલા ટોલની રકમની ભરપાઈ બજેટની જોગવાઈ દ્વારા પરિવહન વિભાગ તરફથી સાર્વજનિક બાંધકામ વિભાગને કરવામાં આવશે. તેમ જ રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગના અખત્યાર હેઠળના બાકીના સ્ટેટ હાઈવે પર ઈલેકટ્રીક વાહનોને તબક્કાવાર ટોલમાફી આપવાનો નિર્ણય મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળની સુકાણૂ સમિતિ લેશે.
રાજ્યના શહેરી અને ગ્રામીણ ભાગમાં તેમ જ મહત્વના હાઈવે પર ઈલેકટ્રીક વાહનો માટે સહેલાઈથી ઉપલબ્ધ થાય એ માટે સંપૂર્ણ રાજ્યમાં ઈલેકટ્રીક વાહનોના ચાર્જિંગનું જાળું વિકસિત કરવામાં આવશે. રાજ્યમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા અને નાગરિકો ઈલેકટ્રીક વાહનો ખરીદી કરવા અગ્રતા આપે એ માટે રાજ્યમાં ઈલેકટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર દર 25 કિલોમીટરના અંતરે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે.

કમસે કમ એક ચાર્જિંગ સ્ટેશન
રાજ્યના એસટી મહામંડળના બધા બસ ડેપો અને બસ સ્ટોપ પર ઓછામાં ઓછા એક ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવશે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર અત્યારે અસ્તિત્વમાં રહેલા અને નવા ઈંધણ સ્ટેશન પર ઈલેકટ્રીક વાહનો માટે ઓછામાં ઓછા એક ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. એના માટે રાજ્ય સરકારના પરિવહન વિભાગ અને ઓઈલ રિફાઈનિંગ કંપનીઓ વચ્ચે એમઓયુ કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
