રૂ. 1 લાખ કરોડની ડેવલપમેન્ટ સંભાવના ધરાવતા બાંદરામાં નવું વોટરફ્રન્ટ ડેસ્ટિનેશન બાંદરા બે આવી રહ્યું છે.
ધમધમતો વેપારી જિલ્લો અને લક્ઝરી નિવાસી ક્લસ્ટર બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ પાસે ઊભરતા નવા વોટરફ્રન્ટ પટ્ટા સાથે મુંબઈ ભારતની વોટરફ્રન્ટ રાજધાની બનવા માટે સુસજ્જ છે. બાંદરા વોટરફ્રન્ટ પર વિવિધ લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોકલ્પો સાથે રૂ. 1 લાખ કરોડની ડેવલપમેન્ટ સંભાવના ધરાવતા બાંદરામાં નવું વોટરફ્રન્ટ ડેસ્ટિનેશન બાંદરા બે આવી રહ્યું છે.
તેની પર એક ખાસ રિપોર્ટ વ્હાય બાંદરા બે ઈઝ મુંબઈઝ મોસ્ટ આઈકોનિક વોટરફ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ લાઈટહાઉસ લક્ઝરી અને સીઆરઈ મેટ્રિક્સ દ્વારા લોન્ચ કરાયો. બાંદરા બે વિસ્તારમાં લગભગ 8 મિલિયન ચો.ફૂટ પ્રીમિયમ નિવાસી અને રિટેઈલ પ્રોજેક્ટો હશે, એમ અહેવાલમાં જણાવાયું છે.આ અહેવાલનું વિમોચન રાજ્યના માહિતી તથા પ્રસારણ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારને હસ્તે કરાયું હતું.

ખાસ કરીને સિંગાપોરના મરીન બે અથવા દુબઈના પામ જુમાયરાની જેમ જ બાંદરા બે વિકસાવવામાં આવશે.આ સમયે મ્હાડાના ઉપાધ્યક્ષ અને સીઈઓ સંજીવ જયસ્વાલ, મિલિંદ બોરીકર, વિવિધ ક્ષેત્રના આગેવાનો નિરંજન હિરાનંદાની, વિજય ઠક્કર, શ્યામલ મોદી, આયુષ મધુસૂદન અગ્રવાલ, મહેશ પટેલ, વિરેન્દ્ર વોરા, સુમેશ મિશ્રા, અભિષેક કિરણ ગુપ્તા હાજર હતા.અહેવાલ અનુસાર બાંદરા બેમાં 140 એકરનું માસ્ટર- પ્લાન્ડ લક્ઝરી વોટરફ્રન્ટ રિડેવલપમેન્ટ સંકળાયેલું છે, જે બાંદરા રેક્લેમેશન વિસ્તારને મુંબઈના સૌથી ખાસ બે-સાઈડ ડેસ્ટિનેશનમાં ફેરવી દેશે. બાંદરા બે રોકાણકારો અને અંતિમ ઉપભોક્તાઓને લક્ઝરી, કનેક્ટિવિટી અને લાંબા ગાળાની મૂલ્ય નિર્મિતી પ્રદાન કરશે.
20 ટકા કિંમતના પ્રીમિયમ પર વર્ચસ વ્યૂહાત્મક સ્થળ, પેઢીકીય મૂલ્ય, પ્રતીકાત્મક સમુદ્રની સન્મુખતા, વિશિષ્ટતાઓ, આંતરરાષ્ટ્રીય સુખસગવડો, વૈશ્વિક માગણી અને સક્ષમતા પ્રેરિત ડિઝાઈન સહિત બાંદરા બે શહેરનું આગામી લક્ઝરી કેન્દ્રબિંદુ બની રહેશે. વિશ્લેષકો અનુસાર મુંબઈનાં પ્રીમિયમ વોટરફ્રન્ટ ઘરો 15થી 20 ટકા પ્રાઈસ પ્રીમિયમ પર વર્ચસ જમાવશે અને બાંદરા બે તેના મર્યાદિત પુરવઠો અને અવ્વલ સ્થાન જમાવવા સુસજ્જ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
