મુંબઈ ઉપનગરીય રેલવે (લોકલ) મહામુંબઈમાં ચાલતી સસ્તું પ્રવાસી પરિવહન છે તો ભવિષ્યમાં સાડા ત્રણસો કિલોમીટર જેટલું ઊભું થનારું મેટ્રોના જાળાનો પ્રવાસીઓ સહિયારો લાભ ઉઠાવી શકે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે એકછત્ર હેઠળ નિર્ણય લેતી સમિતિની સ્થાપના કરી છે.

આ સમિતિ મહામુંબઈના રેલવે સ્ટેશન અને મેટ્રોનું એકત્રીકરણ કરવા બધી પરિવહન સંસ્થાઓમાં સુસૂત્રતા અને સમન્વય રાખશે. પ્રવાસીઓની સુવિધા માટે એકત્રીકરણ માટે નવા વિકલ્પોની અમલબજાવણીની જવાબદારી સમિતિ તરફથી નિશ્ચિત કરવામાં આવશે.
શહેરી એકાત્મિક પરિવહન, સુરક્ષિતતા અને પાયાભૂત સુવિધાનો યોગ્ય ઉપયોગ કરવા રેલવે મંડળની કાર્યક્ષમતા અને સંશોધન વિભાગના કાર્યકારી સંચાલક સંજીવકુમારે મુંબઈ રેલવે વિકાસ મહામંડળને પત્ર મોકલ્યો છે.
મુંબઈ લોકલ અને મુંબઈ મેટ્રોનું એકત્રીકરણ કરવું, શક્ય હોય ત્યાં રાહદારી પુલ અથવા અન્ય વિકલ્પથી રેલવે સ્ટેશન અને મેટ્રોને જોડવા જરૂરી ઉપાયયોજના કરવાની સૂચના પત્રમાં કરવામાં આવી છે.કેન્દ્ર સરકારની સૂચના અનુસાર મહામુંબઈની તમામ પરિવહન યંત્રણાઓમાં સમન્વય માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોનું જાળું ઊભું કરવાનું મોટા ભાગનું કામ એમએમઆરડી તરફથી કરવામાં આવે છે.
તેથી સમિતિનું અધ્યક્ષ પદ એમએમઆરડીએને સોંપવામાં આવ્યું છે. સમિતિમાં મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે, મુંબઈ રેલવે વિકાસ મહામંડળ, મેટ્રો, સિડકો, બેસ્ટ, મહારેલ સહિત નગર વિકાસ વિભાગ તરફથી દરેકના એક સભ્યની નિયુક્તી કરવામાં આવી છે.

જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે :
રેલવે સ્ટેશન પરિસરમાંથી જતા મેટ્રો રૂટ અથવા નજીકના મેટ્રો સ્ટેશનને જોડવા રાહદારી પુલ ઊભા કરવા, અંડરગ્રાઉન્ડ રોડ તૈયાર કરવો, અથવા અન્ય વિકલ્પો બાબતે ભલામણ કરશે. એ સાથે જ આ બધું ઊભું કરવા જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. સમિતિમાં રાજ્યની મુખ્ય પરિવહન સંસ્થાઓના પ્રતિનિધિ હોવાથી એની અમલબજાવણી ઝડપથી અને અડચણ વિના શક્ય થશે એમ વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
વિસ્તૃત નિયોજન અપેક્ષિત :
કેન્દ્રની સૂચના અનુસાર લોકલ અને મેટ્રોનું એકત્રીકરણ કરવા પોતાનો પ્રતિનિધિ આપવો એવો પત્ર આ પહેલાં જ બધી પરિવહન સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ બધી સંસ્થાઓના પ્રતિનિધિઓની સહિયારી બેઠક યોજાશે. એમાં મેટ્રો અને લોકલના એકત્રીકરણ બાબતે વિસ્તૃત નિયોજન કરવામાં આવશે.
લોકલના રૂટ :
મધ્ય રેલવેના મુખ્ય માર્ગની લોકલ સીએસએમટીથી કલ્યાણ, કસારા, કર્જત દરમિયાન દોડે છે. ટ્રાન્સહાર્બર પર થાણેથી પનવેલ અને વાશી, હાર્બર માર્ગમાં સીએસએમટીથી પનવેલ, વાશી સુધી લોકલ દોડે છે. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર અને દહાણુ રોડ સુધી લોકલનો વિસ્તાર છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
