મુંબઈની અનેક હોટેલ્સ, રેસ્ટોરંટ, પબ, બાર, હાઉસિંગ સોસાયટીઓ સહિત ઘણાં ઠેકાણે નવા વર્ષનું સ્વાગત કરવાના કાર્યક્રમ યોજાય છે. એ સમયે મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થાય છે. એ ધ્યાનમાં રાખીને અગ્નિસુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવી જરૂરી હોવાથી મુંબઈ મહાપાલિકાના અગ્નિશમન દળ તરફથી 22 થી 28 ડિસેમ્બર સુધી વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવશે.
બે દિવસ પહેલાં ગોવાની એક નાઈટક્લબમાં આગ લાગતા 25 જણના મૃત્યુ થયા હતા. અનેક જણ ગંભીર જખમી થયા હતા. એ ધ્યાનમાં લઈને મુંબઈમાં વિવિધ પડકારોનો સામનો કરવા અત્યાધુનિક યંત્રણા, સાધનસામગ્રી અને ઉપકરણો સહિત મુંબઈ અગ્નિશમન દળ સજ્જ છે એમ આ બાબતે અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (શહેર) ડો. અશ્વિની જોશીએ જણાવ્યું હતું. આગની ઘટના ન બને એ માટે વ્યાપક જનજાગૃતિ કરવામાં આવે તો આવી દુર્ઘટના ટાળી શકાય છે. એ માટે મુંબઈ અગ્નિશમન દળ સતત પ્રયત્નશીલ હોવાનું જોશીએ ઉમેર્યું હતું.

નિયમિત થતી અગ્નિસુરક્ષા તપાસ ઉપરાંત મુંબઈ અગ્નિશમન દળ તરફથી ગયા વર્ષે વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત મુંબઈની વિવિધ ઈમારતો, હોટેલ્સ, મોલ્સ જેવી સંભવિત ગિરદીવાળી 731 આસ્થાપના, ઠેકાણાની તપાસ કરવામાં આવી હતી. એમાં અગ્નિસુરક્ષા બાબતની શરતો અને ઉપાયયોજનાનું પાલન ન કરવાથી મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક અને જીવસંરક્ષક ઉપાયયોજના અધિનિયમ 2006 અનુસાર 12 આસ્થાપનાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે આવા ઠેકાણે આગની દુર્ઘટના ન થઈ.
ચોપાટીઓ પર બોટ, લાઈફગાર્ડ : નવા વર્ષની પૂર્વસંધ્યાએ સુરક્ષા બાબતની ઉપાયયોજના તરીકે વિવિધ સમુદ્રકિનારા પરની ચોપાટીઓ પર લાઈફગાર્ડ, બોટ અને જીવસંરક્ષક સાધનો સહિત મનુષ્યબળ તૈનાત કરવામાં આવશે. આગની સંભવિત દુર્ઘટના ટાળવા અથવા આગ લાગે તો તરત એના પર નિયંત્રણ મેળવીને જીવહાની અને નાણાહાની રોકવા ઈમારતમાં અથવા આસ્થાપનામાં આગ પ્રતિબંધક અને જીવસંરક્ષક ઉપાયયોજનાની જોગવાઈની અમલબજાવણી કરવાની જવાબદારી સંબંધિત માલિક, ભાડૂતની હોવાનું મુંબઈ અગ્નિશમન દળે સ્પષ્ટ કર્યું હતું.
અગ્નિશમન યંત્રણા સારી સ્થિતિમાં ફરજિયાત ઈમારત અથવા ઈમારતના ભાગમાં આગ પ્રતિબંધક અને જીવસંરક્ષક યોજનામાં પ્રસ્થાપિત અગ્નિશમન યંત્રણા કાર્યક્ષમ સ્થિતિમાં હોવા બાબતે લાયસંસધારક કંપની પાસેથી છ માસનું પ્રમાણપત્ર વર્ષમાં બે વખત નમૂના બી પ્રમાણે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મેળવવું ફરજિયાત છે. અગ્નિશમન યંત્રણા સારી સ્થિતિમાં અને દુર્ઘટનામાં તરત કામ કરી શકે એવી સ્થિતિમાં હોવી ફરજિયાત છે.

તો કાર્યવાહી કરવામાં આવશે આ વર્ષે પણ અગ્નિશમન દળ તરફથી મુંબઈની વિવિધ રેસ્ટોરંટ્સ, હોટેલ્સ, બાર, પબ, લોજિંગ-બોર્ડિંગ, પાર્ટી હોલ્સ, જીમખાના, બેન્કવેટ હોલ્સ, અતિગિરદી થનારા મોલ્સ, ફાઈવસ્ટાર હોટેલ્સ જેવા આસ્થાપનાઓની અગ્નિસુરક્ષા તપાસ 22 ડિસેમ્બર 2025થી 28 ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવશે. જે આસ્થાપનાઓએ અગ્નિસુરક્ષા બાબતની શરતો અને ધોરણોનું પાલન નથી કર્યું એમ જણાશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે એમ મુંબઈ અગ્નિશમન દળના મુખ્ય અગ્નિશમન અધિકારી રવિન્દ્ર અંબુલગેકરે જણાવ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
