થાણે સ્થિત પ્રસિદ્ધ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ આર્કિટેક્ટ અરુણકુમારે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની લેન્ડસ્કેપ ડિઝાઈન માટે ભારતીય લેન્ડસ્કેપ આર્કિટેક્ટર કંપનીઓને અગ્રતા આપવાની ખાતરી રાખવા માટે મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી અને મહાપાલિકા કમિશનરને અનુરોધ કર્યો છે.
શહેર પ્રત્યે કટિબદ્ધતા પર ભાર આપતાં અરુણકુમાર ડિઝાઈનર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ (એડીસીપીએલ)ના પ્રિન્સિપલ આર્કિટેક્ટ અરુણકુમારે ફક્ત રૂ. 1માં પ્રતિષ્ઠિત લેન્ડસ્કેપ ડિઝાઈન હાથમાં લીધી છે, જે મુંબઈના નવી સીમાચિહન અને રાષ્ટ્રીય ગૌરવશાળી પ્રોજેક્ટમાં યોગદાનમાં તેમની સમર્પિતતા અધોરેખિત કરે છે.
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને વિધિસર સંદેશવ્યવહારમાં એડીસીપીએલે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતના પરિવર્તનકારી જાહેર પ્રોજેક્ટોએ ખાસ કરીને ભારતીય આર્કિટેક્ટો અને લેન્ડસ્કેપ ડિઝાઈનરોએ વૈશ્વિક ગુણવત્તા, ઉત્કૃષ્ટતા અને સુસંગતાના પ્રોજેક્ટો સતત પ્રદાન કરીને ક્રિયાત્મક અને ટેક્નિકલ શક્તિ પ્રદર્શિત કરવાનું આવશ્યક છે.

1987થી આ ક્ષેત્રમાં હોઈ અરુણકુમારે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2000 પ્રોજેક્ટોનો અમલ કર્યો છે. એડીસીપીએલ માસ્ટર પ્લાનિંગ, આર્કિટેક્ચર, લેન્ડસ્કેપ અને ઈન્ટીરિયર ડિઝાઈનમાં નિપુણતા ધરાવતી હોઈ ડિઝાઈન ફિલોસોફીમાં મૂળિયાં ધરાવે છે, જે સંસ્કૃતિ, પર્યાવરણ સાથે સુમેળ સાધે છે અને અર્થપૂર્ણ તથા ભવિષ્યલક્ષી જાહેર જગ્યાઓ નિર્માણ કરવા માટે ઘરેલુ છોડની જાતિઓ અને ટેકનોલોજી સમજે છે.
એડીસીપીએલના ખ્યાતિપ્રાપ્ત પ્રોજેક્ટોમાં ભારત અને વિદેશમાં અક્ષરધામ મંદિરો, અંબરનાથમાં શ્રી અંબરેશ્વર શિવાલય, લડાખના થિકસેમાં ચંબા કેમ્પ, કલ્યાણમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક, પુણેમાં લવાસા સિટી અને સહારા એમ્બી વેલી, અમદાવાદમાં સાયન્સ સિટી, જામનેરમાં સોનબર્ડી ટેકડી ઈકો પાર્ક, વારાસણીમાં સ્વારવેદ મહામંદિર વગેરેનો સમાવેશ થાય છે.
કોસ્ટલ રોડ લેન્ડસ્કેપ ડિઝાઈનના ઘટક માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા છ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પસંદ કરાઈ છે એવા મિડિયાના અહેવાલોને પ્રતિસાદ આપતાં એડીસીપીએલે પ્રશાસનને ભારતીય ડિઝાઈનરો માટે પણ સમાન ભાગીદારીની ખાતરી રાખવા અનુરોધ કર્યો છે.
સંવેદનશીલ- સાંસ્કૃતિક સુસંગત ડિઝાઈન: વૈશ્વિક સીમાચિહનો મૂલ્યવાન છે ત્યારે સતત વિશ્વ કક્ષાની, હવામાન સંવેદનશીલ અને સાંસ્કૃતિક સુસંગત ડિઝાઈનો પ્રદાન કરનારા ભારતીય આર્કિટેક્ટો અને લેન્ડસ્કેપ ડિઝાઈનરો પર પણ ભરોસો રાખવાનું મહત્ત્વપૂર્ણ છે.

વડા પ્રધાનના આત્મનિર્ભર ભારત ધ્યેય સાથે ભારતીય નિપુણતાને સશક્ત બનાવવા જોઈએ. ભારતની ક્રિયાત્મક અને ટેક્નિકલ ક્ષમતાની શક્તિ શહેરી લેન્ડસ્કેપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આકાર આપવામાં કેન્દ્રમાં રહેવી જોઈએ, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
સુંદર અને સક્ષમ કોલ્ટલ ગાર્ડન રાષ્ટ્રીય વૃદ્ધિ પ્રત્યે ડિઝાઈન ઉત્કૃષ્ટતા અને કટિબદ્ધતા પર ભાર આપતાં એડીસીપીએલે સુંદર અને સક્ષમ મુંબઈ કોસ્ટલ ગાર્ડનને આકાર આપવા મદદરૂપ થવા મહાપાલિકા સમક્ષ તેની ક્રિડેન્શિલ્સ પ્રસ્તુત કરવા અને વડા પ્રધન દ્વારા કરાયેલી વોકલ ફોર લોકલ હાકલમાં યોગદાન આપવા તક આપવાની વિનંતી કરી છે.
For more details… Contact 9322529232 / 9324483455
