ભાંડુપની પૉશ સોસાયટીમાં રહેતા મિત્રને મળવા આવ્યા પછી મુલુંડની વિદ્યાર્થિનીએ ઈમારતના ૩૦ માળેથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થિનીએ આવું પગલું ભર્યું હોવાથી પોલીસ તેના મિત્રોની પૂછપરછ કરી રહી છે.
ભાડુંપ પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિનીની ઓળખ અસ્મી ચવાણ (૧૯) તરીકે થઈ હતી. અસ્મી તેના મિત્ર આદિત્યને મળવા બુધવારની સાંજે ભાંડુપ પશ્ચિમમાં એલબીએસ રોડ પરની મહિન્દ્રા સ્પ્લેન્ડર સોસાયટીમાં આવી હતી. મહિન્દ્રા સ્પ્લેન્ડરની એ વિંગમાં રહેતો આદિત્ય અને અસ્મી સ્કૂલના સમયના મિત્ર હતાં. અત્યારે બન્ને અલગ અલગ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે.

અસ્મી ભણતરને લઈ હતાશ હતી, એવું આદિત્યએ પોલીસને કહ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અસ્મી અને આદિત્ય બાજુની ડી વિંગમાં ગયાં હતાં. ૩૨ માળની ઈમારતની અગાશી પર બન્ને લિફ્ટથી ગયાં હતાં. કહેવાય છે કે અગાશી બંધ હોવાથી બંન્ને ૩૦ અને ૩૧ માળ વચ્ચેની બારી પાસે ઊભાં રહીને વાતચીત કરતાં હતાં. તે સમયે અસ્મીએ હતાશાની વાત કરી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
