
મુલુંડના ધારાસભ્ય મિહિર કોટેચાના ડ્રાઇવર પર હુમલો કરી તેને ધમકી આપનાર સત્યવાન ગુરુડ નામના એક વ્યક્તિની મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. આ સંદર્ભે કોટેચાના ડ્રાઈવર મુતુતેવરે નોંધાવેલ એફઆઇઆર મુજબ ૨૩મેના રાત્રે તે કોટેચાની ગાડી પાર્ક કરી રહ્યો હતો ત્યારે ગરુડ તેની પાસે આવ્યો હતો અને તેના ખભા પર હાથ મૂકી ‘તુ ધારાસભ્યનો ડ્રાઇવર છેને? તેમને કહેજે હિસાબમાં રહે, તારા આમદારનેછોડીશ નહી. તું જાણતો નથી હું કોણ છું. આ રીતે તેવરને ધમકાવી તેણે તેવરને થપ્પડ ચોડી દીધી હતી.
ત્યારબાદ ગરુડે તેવરનો મોબાઇલછીનવી લીધો હતો અને કોટેચા ક્યાં આવજા કરે છે. તેની માહિતી પૂરી | પાડવા જણાવ્યું હતું. જો એમ નહી કરેતો ડ્રાઇવર અને કોટેચા બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ તેવરે કોઈને પણ કાંઈ જણાવ્યા વગર ઘરે ચાલ્યો ગયો હતો. બીજા દિવસે તેણે આ બાબતની જાણ ઓફિસના સહકર્મીઓને કહેતા તેમણે આ બાબતે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા તેવરે પોલીસ ફરિયાદ કરતા મુલુંડ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
મુલુંડ પોલીસે ત્યારબાદ તપાસના ચક્રો ગતિમાન કરી શનિવારે જ ગરુડને ઝડપી લીધો હતો. ગરુડ સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૨૬(૨), ૧૧૫. (૨), ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોનુસાર સત્યાવાન ગરુડનો ગુનાહિત રેકોર્ડ છે અને ઘટના સમયે તે દારૂના નશામાં હતો.

