મુલુંડ-વેસ્ટમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર રહેતા ૪૮ વર્ષના વિનોદ મકવાણાએ મંગળવારે સાંજે ઘાટકોપર રેલવે-સ્ટેશને ખિસ્સામાંથી મોબાઈલ તફડાવીને નાસવાનો પ્રયાસ કરનાર ૨૮ વર્ષના યાસીન કુરેશીને રંગેહાથ પકડી કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપ્યો હતો. યાસીન છેલ્લાં બે વર્ષથી મુંબઈનાં અલગ-અલગ રેલવે-સ્ટેશનો પર ગિરદીનો લાભ લઈ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો. તેની સામે આ પહેલાં ૧૩ કેસ નોંધાયા હોવાનું GRPએ જણાવ્યું હતું.

વિનોદભાઈએ જણવ્યું કે ગિરદીમાં હું ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં કોઈકે હાથ નાખ્યો હોવાની મને શંકા ગઈ. મંગળવાર સાંજે હું મારી અંધેરીની ઑફિસમાં કામ પૂરું કરી મેટ્રોમાં ઘાટકોપર આવ્યો હતો. હું એક નંબરના પ્લૅટફૉર્મ પર સાંજે સાડાસાત વાગ્યે આવેલી ડોમ્બિવલી સ્લો લોકલ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે મારા ખિસ્સામાં કોઈકે હાથ નાખ્યો હોવાનું મને જણાયું. મેં તરજ જ પાછળ વળીને જોયું ત્યારે એક યુવક મને જોઈને ભાગવા માંડ્યો એટલે હું ટ્રેનમાંથી ઊતરીને પ્લૅટફૉર્મ પર તેની પાછળ દોડ્યો. થોડા આગળ જઈને મેં ચોર—ચોરની બૂમો પાડી એટલે પ્લૅટફૉર્મ પર રહેલા બીજા પ્રવાસીઓ અને સ્ટેશન પર હાજર પોલીસે તેને પકડી પાડ્યો. તેનું નામ યાસીન કુરેશી હોવાની જાણ થઈ હતી.’

આરોપીને ચોરીના એક કેસમાં સજા થઈ છે એમ જણાવતાં કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે કહ્યું હતું કે ‘આરોપી પર આ પહેલાં ૧૩ કેસ નોંધાયા હોવાની માહિતી અમને મળી છે. મુંબઈનાં અલગ-અલગ રેલવે- સ્ટેશનો પર આરોપી ગિરદીનો લાભ લઈ ચોરીને અંજામ આપતો હતો. આરોપીની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us