મુલુંડ-ગોરેગાવ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગાવ ખાતે દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી વિસ્તારમાં 5.3 કિમી લાંબી અને ટ્રિપલ લેન ધરાવતા જોડિયા બોગદાના બાંધકામ માટે લોન્ચિંગ શાફટનું ઉત્ખનન કાર્ય તેજગતિથી શરૂ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂમિગત જોડિયા બોગદાન બાંધકામ માટે બે અત્યાધુનિક યંત્ર (ટનલ બોરિંગ મશીન)ની આવશ્યકતા છે, જેમાંથી એક કાર્યસ્થળે દાખલ થઈ ચૂક્યું છે.
ઓગસ્ટ 2026માં બોગદાના ખોદકામની પ્રત્યક્ષ શરૂઆત થશે. આ તબક્કા પછી રોડ પ્રોજેક્ટના કામને વધુ ગતિ મળશે. આ લિંક રોડ પ્રોજેક્ટનાં કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાના નિર્દેશ એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે આપ્યા છે.
મહાપાલિકા દ્વારા ગોરેગાવ- મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) ચાર તબક્કામાં બનાવવામાં આવશે. તબક્કો 3 (બી)માં ગોરેગાવ ફિલ્મસિટી ખાતે 5.3 કિમી લાંબી, ટ્રિપલ માર્ગિકા ધરાવતા બોગદા માટે લોન્ચિંગ શાફટ ઉત્ખનન ઝડપથી ચાલી રહ્યું છે.

બાંગરે હાલમાં કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને એન્જિનિયર, કન્સલ્ટન્ટોને જરૂરી નિર્દેશો આપ્યા હતા.બાંગરે આરંભમાં ફિલ્મસિટી વિસ્તારમાં જોશ મેદાનની મુલાકાત લીધી હતી.
ભૂમિગત જોડિયા બોગદાના બાંધકામ માટે બે અત્યાધુનિક બોગદા ખોદવા માટે ટીબીએમ આવશ્યક છે. તેમાંથી એક યંત્રના સર્વ ઘટક ભાગ જોશ મેદાન ખાતે દાખલ થયા છે. આ છૂટા ભાગ જાપાનથી કુલ 77 કન્ટેઈનરોમાં આયાત કરાયા છે. બીજા બોગદા માટેના ટીબીએમના ઘટક ભાગ ડિસેમ્બર 2025 સુધી કાર્યસ્થળે દાખલ થવાની અપેક્ષા છે.
આ ઘટક ભાગોનું નિરીક્ષણ કરીને બાંગરે વિગતો મેળવી હતી. આ યંત્રના ઘટક ભાગોનું એસેમ્બ્લિંગ ઓગસ્ટ 2026 સુધી પૂર્ણ કરાશે. બીજા યંત્રના ઘટક ભાગોનું એસેમ્બ્લિંગ ઓક્ટોબર 2026 સુધી પૂર્ણ કરાશે. આ પછી બોગદું ખોદવાનું પ્રત્યક્ષ શરૂ કરાશે.
ત્રણ લેન ધરાવતા પેટી બોગદાનાં કામ ટેક્નિકલ દ્રષ્ટિથી અત્યંત પડકારજનક છે. બોગદું ખોદવાના ટીબીએમની સહાયથી કુલ 5.3 કિમી લંબાઈ સુધી બે બોગદાનું ખોદકામ કરાશે. પેટી બોગદા સાથે કુલ અંતર આશરે 6.62 કિમી સુધી વધશે. દરેક બોગદાનું બહારી વ્યાસ આશરે 14.42 મીટર હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ બોગદું મુંબઈ મહાનગર ક્ષેત્રમાં હમણાં સુધીનું સૌથી મોટું હશે, એવી માહિતી મહાપાલિકાના અધિકારીએ આપી હતી.
અઠવાડિયાના સાતેય દિવસ કામ ચાલુ આ પછી બાંગરે લોન્ચિંગ શાફટના ઉત્ખનના કાર્ય શરૂ છે તે ઠેકાણાની મુલાકાત લીધી હતી. આ શાફ્ટનો કુલ આકાર અંદાજે 200 મીટર લાંબો, 50 મીટર પહોળો અને 30 મીટર ઊંડો છે. હમણાં સુધી આશરે 100 મીટર લાંબા અને 50 મીટર પહોળા ક્ષેત્રમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોઈ 10 મીટર ઊંડાણ સુધીનું કામ પૂર્ણ થયું છે.
ખોદકામ ઊંડાણથી શરૂ હોઈ બાજુની દીવાલ ધસી નહીં જાય તે માટે રોક એંકરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિમાં અઠવાડિયાના સાતેય દિવસ અહોરાત્ર, એટલે કે, 24 કલાક કામ ચાલી રહ્યું છે. આ જ ગતિથી યુદ્ધના ધોરણે કામ કરીને ડિસેમ્બર 2028 સુધી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરાશે.
ફિલ્મસિટીથી મુલુંડ નવી લિંક સ્થાપિત થશે બાંગરે જણાવ્યું કે ગોરેગાવ- મુલુંડ લિંક રોડ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને એકબીજા સાથે જોડનારો ચોથો મુખ્ય લિંક રોડ છે. ઉત્તર મુંબઈમાં ટ્રાફિકને તેનો મોટો ફાયદો થશે. ખાસ કરીને ફિલ્મસિટીથી મુલુંડ દરમિયાન નવી લિંક સ્થાપિત થશે.

પશ્ચિમ બાજુ મુંબઈ કોસ્ટલ રોડથી મલાડ માઈન્ડસ્પેસ અને સીધા ઐરોલીને આ માર્ગ જોડવામાં આવશે. કોઈ પણ અવરોધ વિના સિગ્નલ ફ્રી અને ટ્રાફિક ગીચતા સિવાય સીધા મલાડ અને ઐરોલી દરમિયાન પ્રવાસ કરવાનું તેને કારણે સુલભ બનશે. પશ્ચિમ ઉપનગરો અને પૂર્વ ઉપનગરોમાં પ્રવાસનો સમયગાળો નોંધપાત્ર રીતે ઓછો થશે અને ટ્રાફિક પરનો તાણ પણ મોટે પાયે હળવો થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
