મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટથી પ્રભાવિત પરિવારો માટે કાંજુરમાર્ગ-વેસ્ટમાં એક આધુનિક રેસિડેન્ટયેલ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યો છે જેમાં એ પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે.
બૃહબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૧૦,૦૫૦ ચોરસ મીટરના પ્લૉટ પર ૭ ઈમારતોમાં લગભગ ૯૦૬ ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ૨૩ માળનું માળખું હશે. દરેક ફ્લેટનો વિસ્તાર લગભગ ૩૦૦ ચોરસ ફુટ હશે અને એમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ સાથે જોડાયેલાં બાથરૂમ અને રસોડું હશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ઈમારતોનું બાંધકામ અંતિમ તબક્કામાં છે અને માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં લગભગ ૨૫૨ અસરગ્રસ્ત રહેવાસીઓનું પુનર્વસન પૂર્ણ થવાની અપેક્ષા છે. બાકીની ઇમારતોને એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પૂર્ણતા પ્રમાણપત્રો મળવાની અપેક્ષા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
