મુલુંડ (વે)માં વી.પી. રોડ સ્થિત શુભમ શ્રેયસ બિલ્ડીંગમાં રહેતા આદિત્ય પંડિત (૨૩)એ જાણીતા પાર્ટટાઈમ જોબ ફ્રોડમાં રૂા.૨.૬૫ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આદિત્યને ૧૫ માર્ચના પાર્ટટાઈમ જોબ માટે વોટ્સએપ ઓફર મળતા તેણે સ્વીકારી હતી જેમાં આદિત્યએ ઓનલાઈન પ્રોડક્ટને રેટિંગ દેવાનું કામ કરવાનું હતું. ત્યારબાદ વોટ્સએપ ધારકે આદિત્યને એક લિંક મોકલી અને તેનો ટેલિગ્રામના ગ્રુપમાં ઉમેરો થયો જેની એડમીન આકાંક્ષા નામની મહિલા હતી. આદિત્યને તેણે વિવિધ ટાસ્ક કરીને તેના સ્કીન શોટ્સ કાઢીને તેને @ Dare 3321342 આઈડી પર મોકલવા કહ્યું હતું.

ત્યારબાદ આદિત્યને ધ્રુવ શર્મા નામના ટેલિગ્રામના વીઆઈપી ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા જ્યાં તેને રોકાણ કરીને આકર્ષક વળતર મેળવવાનું સોનેરી સપનું દેખાડવામાં આવ્યું જેને પ્રતાપે આદિત્યએ પ્રથમ ૫૦ હજારનું રોકાણ કર્યું હતું પરંતુ ૧૯ માર્ચના આદિત્યએ કરેલા ટાસ્કમાં ભૂલ કરી હોવાનું જણાવીને ધ્રુવે તેણે રોકેલા પૈસા પરત મળતા વાર લાગશે એવું જણાવ્યું હતું.
ત્યારબાદ આદિત્યને તમામ ટાસ્ક પૂરા કરશે તો જ તેણે રોકેલી રકમ પાછી મળશે એવું જણાવતાં આદિત્યએ વધુ રકમ કુલ મળીને રૂા. ૨,૬૫,૦૦૦નું રોકાણ કરી નાખ્યું અને ત્યારબાદ સાયબર ગઠિયો કળા કરી ગયો. ૨૦ માર્ચના આદિત્યને ટેલિગ્રામ ગ્રુપમાં બ્લોક કરીને બધા જ ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવ્યો. છેતરપિંડીનો અહેસાસ થતાં જ આદિત્યએ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
