ઈવીએમની ઓછપના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ત્રણ તબક્કામાં લેવા બાબતે રાજ્ય ચૂંટણી પંચ તરફથી વિચાર ચાલુ છે. કેન્દ્રિય ચૂંટણી પંચ તરફથી બેથી અઢી લાખ જેટલા વધારે ઈવીએમ મળશે તો ચૂંટણી અને આચારસંહિતાનો સમયગાળો ઓછો કરવો શક્ય થશે. રાજ્યની તમામ જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ 31 જાન્યુઆરી 2026 સુધી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. એ પછી કોઈ પણ કારણોસર મુદતવધારો નહીં મળે એમ જજ સૂર્યકાંત અને જજ જોયમાલ્યા બાગની ખંડપીઠે બજાવ્યું છે. તેથી સમયનો વેડફાટ કર્યા વિના બધી ચૂંટણીઓ તરત પાર પાડવા પંચે પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધી જિલ્લા પરિષદની વોર્ડ રચના પૂરી થઈ છે અને અધ્યક્ષ પદના આરક્ષણ પણ જાહેર થયા છે. તેથી અંતિમ મતદારયાદી જાહેર કર્યા પર ચૂંટણી લેવામાં કોઈ અડચણ નથી.

પણ પંચ સમક્ષ મુખ્ય સમસ્યા ઈવીએમની ઉપલબ્ધતાનો છે. પંચ પાસે ફક્ત 65 હજાર ઈવીએમ હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું. રાજ્યમાં ચૂંટણી માટે 90 હજારથી વધારે મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીના સમયે મુંબઈ સહિત અન્ય ઠેકાણે મતદાન કેન્દ્રમાં ગિરદી થવાથી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી હતી. તેથી દરેક કેન્દ્ર માટે ઓછામાં ઓછા એક ઈવીએમ ગણીયે તો લાખેક ઈવીએમની જરૂર પડશે. તેથી કેન્દ્રિય ચૂંટણી પંચ પાસેથી અન્ય રાજ્યોમાંથી ઈવીએમ મગાવવામાં આવ્યા છે. એ નવેમ્બરમાં ઉપલબ્ધ થશે. આ વર્ષે દિવાળી ઓક્ટોબરમાં છે. એ પછી સ્કૂલ-કોલેજમાં એક-બે અઠવાડિયાની રજા હશે. તેથી પહેલા તબક્કામાં નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં પાર પાડવામાં આવે એવી શક્યતા છે.
મહાપાલિકાની ચૂંટણી છેલ્લે ઈવીએમમાં નોંધાયેલા મત પણ પરિણામ જાહેર થયા બાદ થોડા દિવસ સુરક્ષિત રાખવા પડે છે. તેથી આ કાયદેસર સમયગાળો પૂરો થયા પછી જ ઈવીએમ બીજા તબક્કા માટે વાપરી શકાશે. તેથી ચૂંટણીનો બીજો ડિસેમ્બર અને ત્રીજો તબક્કો જાન્યુઆરીમાં લેવો પડશે. મહાપાલિકાની ચૂંટણી સૌથી છેલ્લે પાર પડે એવી શક્યતા છે. પણ ત્રણ તબક્કામાં ચૂંટણી થશે તો રાજ્યમાં આચારસંહિતા લાંબા સમય સુધી રહેશે અને રાજ્ય સરકારને ધોરણાત્મક નિર્ણય લેવા મુશ્કેલ થશે.

ત્રણથી સાડા ત્રણ ઈવીએમની જરૂર ત્રણથી સાડા ત્રણ લાખ ઈવીએમ કેન્દ્રિય ચૂંટણી પંચ ઉપલબ્ધ કરી આપે તો આ તબક્કા ઓછા કરીને ઓછામાં ઓછા સમયમાં ચૂંટણી લઈ શકાશે કે એવા વિકલ્પ પર પંચ તરફથી વિચાર ચાલુ છે. એક ચૂંટણીના પરિણામ જાળવવાની અસર અન્ય ચૂંટણી પર થઈ શકે છે. તેથી ચૂંટણીના તબક્કા ઓછા થાય તો રાજકીય પક્ષો માટે સગવડવાળું થશે અને આચારસંહિતાનો સમય ઓછો થશે તો રાજ્ય સરકાર માટે અડચણ ઊભી નહીં થાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
