દર વર્ષ પ્રમાણે આ વખતે પણ માર્ચ મહિનામાં મુંબઈમાં ઘરના વેચાણમાં ઘણો વધારો થયો છે. માર્ચ મહિનામાં મુંબઈમાં ઘરનું વિક્રમજનક વેચાણ થયું છે અને આ મહિનામાં કુલ 15 હજાર 94 ઘર વેચાયા. આ ઘરના વેચાણમાંથી રાજ્ય સરકારને 1 હજાર 543 કરોડ રૂપિયાથી વધુ મહેસુલ મળ્યું છે. ગુઢીપડવાના મૂરત પર રવિવારે મોટી સંખ્યામાં ગ્રાહકોએ ઘરની ખરીદી કરીને સ્ટેમ્પ ડ્યુટી ભરી હતી. માર્ચમાં આર્થિક વર્ષ પૂરું થાય છે અને 1 એપ્રિલથી નવું આર્થિક વર્ષ શરૂ થાય છે. એ અનુસાર 1 એપ્રિલથી રેડી રેકનરના નવા દર લાગુ થાય છે.

આ વર્ષે રેડી રેકનરના દરમાં વધારો થવાનો હોવાથી ગ્રાહકોએ 31 માર્ચ સુધી ઘરનું રજિસ્ટ્રેશન કરાવી સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું પસંદ કર્યું હતું. દર વર્ષે માર્ચ મહિનામાં ઘરના વેચાણમાં ઘણો વધારો થાય છે. એ અનુસાર માર્ચ 2025માં પણ ઘરના વેચાણમાં વિક્રમજનક વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં આ વિક્રમજનક ઘરવેચાણ થયા છે. માર્ચ 2023માં મુંબઈમાં 12 હજાર 726 ઘરનું વેચાણ થયું હતું અને એમાંથી સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે 1 હજાર 160 કરોડ રૂપિયાનું મહેસૂલ રાજ્ય સરકારને મળ્યું હતું.
રજિસ્ટ્રેશન ઓફિસ રવિવારે પણ ચાલુ
આર્થિક વર્ષ પૂરું થતું હોવાથી આ વર્ષે ઘરના વેચાણમાં ઘણો વધારો થયો. એ સાથે જ ગુઢી પડવાના મુરતે મોટી સંખ્યામાં ગ્રાહકોએ ઘરની ખરીદી કરી. દરમિયાન શનિવાર, રવિવાર અને સોમવાર એમ સળંગ ત્રણ દિવસ રજા હતી. એમાં વળી ઘર ખરીદી માટેના સાડા ત્રણ મૂરતમાંથી એક ગુઢીપડવાનું મૂરત રવિવાર 30 માર્ચના હતું. તેથી આ સમયમાં ગ્રાહકો સ્ટેમ્પ ડ્યુટી ભરશે એ ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન ઓફિસ અને સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેંટે રવિવારે રજિસ્ટ્રાર કાર્યાલય ચાલુ રાખીને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની સગવડ ઉપલબ્ધ કરી આપી હતી. તેથી રવિવાર અને સોમવાર રજાના દિવસ હોવા છતાં ગ્રાહકો ઘરનું રજિસ્ટ્રેશન કરી શક્યા હતા. પરિણામે ઘરના વેચાણમાં તેમ જ મહેસૂલમાં માર્ચ મહિનામાં વિક્રમજનક વધારો થયો. ઘરના આ વિક્રમજનક વેચાણ પર બાંધકામ નિષ્ણાતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
