આ વખતે મોસમી વરસાદ હંમેશા કરતા વહેલા એટલે કે જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં દાખલ થાય એવી શક્યતા હવામાન અભ્યાસુઓએ વ્યક્ત કરી છે. તેથી ઉકળાટથી હેરાન મુંબઈગરા માટે ખુશીના સમાચાર છે. નૈઋત્ય મોસમી વરસાદ બંગાળના ઉપસાગરમાંથી પ્રવાસ કરીને 1 જૂનની આસપાસ કેરલમાં દાખલ થાય છે. એ પછી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરથી આગળ સરકતા 5 જૂન સુધી કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ અને ઈશાનના રાજ્યમાં દાખલ થાય છે. 10 જૂનના મહારાષ્ટ્ર, છતીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહારમાં પહોંચે છે.
કેરલમાં મોસમી વરસાદ દાખલ થાય પછી લગભગ આઠથી દસ દિવસમાં મહારાષ્ટ્રમાં દાખલ થાય છે. દરમિયાન હવામાન અભ્યાસુઓએ વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આ વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં દાખલ થવાની શક્યતા વધારે છે. મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂન પછી ચોમાસુ શરૂ થાય છે પણ આ વખતે 8 થી 11 જૂન દરમિયાન શરૂ થવાની 92 ટકા શક્યતા હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું છે. તેથી મુંબઈગરાએ આ વર્ષે જૂનના મધ્ય સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.

ભારતમાં નૈઋત્ય મોસમી પવન સૌ પહેલા આંદામાન-નિકોબાર ટાપુ પર અને પછી કેરલમાં દાખલ થાય છે. ત્યાંથી તબક્કાવાર મોસમી વરસાદ મહારાષ્ટ્ર અને દેશમાં વ્યાપે છે. લગભગ મે મહિનાથી જ રાજ્યમાં વરસાદ હાજરી પુરાવે છે. જો કે એ મોસમી વરસાદ હોતો નથી. મોસમી વરસાદની શરૂઆત થાય અથવા મોનસૂન સક્રિય થયું એ વાતાવરણ, હવામાનની વિશિષ્ટ સ્થિતિ આ બાબતના સંકેતના આધારે જાહેર કરવામાં આવે છે.
ગયા વર્ષે પણ વહેલું ચોમાસુ: ગયા વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં 9 જૂનના દાખલ થયો હતો. એટલે કે હંમેશ કરતા એકબે દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો. 2023માં મોડેથી એટલે કે 25 જૂનના મોસમી વરસાદ દાખલ થયો હતો. 2022માં 11 જૂન, 2021માં 9 જૂન અને 2020માં 14 જૂનના મોસમી વરસાદ મુંબઈમાં દાખલ થયો હતો.

સંપૂર્ણ મોસમી વરસાદના સમયમાં અલ નિનો સક્રિય થવાની સ્થિતિ નથી. હિંદ મહાસાગરની દ્વિધ્રુવિતા પણ તટસ્થ છે. ડિસેમ્બરથી માર્ચના સમયગાળામાં યુરેશિયા અને હિમાલયમાં બરફાચ્છાદિત ભાગ સરેરાશ કરતા ઓછો રહ્યો તેથી આ વર્ષે સરેરાશ કરતા વધુ 105 ટકા વરસાદ પડવાનો અંદાજ ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
અલ નિનોની અડચણ નથી: પ્રશાંત મહાસાગરમાં સક્રિય લા નિના સ્થિતિ દૂર થઈને તટસ્થ સ્થિતિ તૈયાર થઈ હોવાથી મોનસૂનના સમયમાં અલ નિનોની સ્થિતિ તૈયાર નહીં થાય એમ હવામાન શાસ્ત્રજ્ઞોના આંતરરાષ્ટ્રીય જૂથે જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
