પીએમ મોદીની સાથે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ પણ ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે (19 ફેબ્રુઆરી, 2026) નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ગ્લોબલ સાઉથમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહને સંબોધવા માટે પીએમ મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ જોડાશે. આનો ઉદ્દેશ્ય ભારતને એઆઈના ક્ષેત્રમાં અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનો અને એવા ભવિષ્યની કલ્પના કરવાનો છે જ્યાં એઆઈ માનવતાને આગળ ધપાવે, સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે અને આપણા સહિયારા ગ્રહનું રક્ષણ કરે.
ગૂગલના સીઈઓએ ભારતમાં રોકાણની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ બુધવારે (19 ફેબ્રુઆરી, 2026) અનેક વિશ્વ નેતાઓ સાથે નવ દ્વિપક્ષીય બેઠકો કરી. તેમણે સ્પેન, ફિનલેન્ડ, સર્બિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, કઝાકિસ્તાન અને ભૂટાનના નેતાઓ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ હૈદરાબાદ હાઉસ ખાતે ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને સન માઇક્રોસિસ્ટમ્સના સ્થાપક વિનોદ ખોસલા સાથે પણ મુલાકાત કરી. ગૂગલના સીઈઓએ આગામી પાંચ વર્ષમાં ભારતમાં આશરે $15 બિલિયન (₹1,360 બિલિયન) ના રોકાણની જાહેરાત કરી. તેમણે કહ્યું, “અમારું માનવું છે કે, ભારત એઆઈના ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ કરવા માટે તૈયાર છે અને અમે આમાં ભાગીદાર બનવા માંગીએ છીએ.”
તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને ફિનિશ વડા પ્રધાન પેટેરી ઓર્પો સાથે અલગ અલગ બેઠકો કરી. પીએમ મોદીએ કહ્યું કે, ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (FTA) એ ભારત-યુરોપ સંબંધોમાં સુવર્ણ યુગની શરૂઆત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં હાજરી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એઆઈ-જનરેટેડ ફોટો શેર કર્યો. ફોટો સાથે, મેક્રોને લખ્યું, “જ્યારે મિત્રો ભેગા થાય છે, ત્યારે ઇનોવેશન થાય છે.”
ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટે ગિનિસ રેકોર્ડ બનાવ્યો

યુનિયન ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતે 24 કલાકમાં એઆઈ રિસ્પોન્સિબિટી કેંમ્પેઇન માટે સૌથી વધુ પ્રતિજ્ઞાઓ પ્રાપ્ત કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ પહેલથી સહભાગીઓને ડેટા પ્રાઇવેસી, રિસ્પોન્સિબિલિટી , પારદર્શિતા અને ખોટી માહિતી સામે લડવા જેવા મુખ્ય સિદ્ધાંતો પર ચિંતન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઈન્ડિયા એઆઈ સમિટમાં, ભારતીય સેનાએ વિશ્વ સમક્ષ મેક ઇન ઈન્ડિયા ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું, જેનો ફાયદો સૈન્ય અને સામાન્ય જનતા બંનેને થશે. સેનાએ એક એવી એઆઈ પરીક્ષા પ્રણાલીનું પ્રદર્શન કર્યું. જે પરીક્ષાના પેપર તપાસવાથી લઈને પ્રતિસાદ તૈયાર કરવા સુધીના કાર્યો કરી શકે છે. વધુમાં, સેનાએ એક એવી સિસ્ટમનું પણ પ્રદર્શન કર્યું જે ભૂસ્ખલન, પૂર અને હિમપ્રપાત જેવી કુદરતી આફતો વિશે ત્રણથી સાત દિવસ અગાઉ સચોટ માહિતી પૂરી પાડે છે.
ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટનું સંપૂર્ણ સમયપત્રક
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી 19 ફેબ્રુઆરીએ ‘ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026’નું ઉદ્ઘાટન કરશે. તેઓ સમિટમાં હાજરી આપતા ઘણા વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. પ્રધાનમંત્રી બપોરે 12 વાગ્યાથી શરૂ થનારી નેતાઓની પૂર્ણ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં રાજ્યના વડાઓ, મંત્રીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ શામેલ હશે, જેઓ શાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવી AI સંબંધિત રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે. આ પછી, પીએમ મોદી સાંજે 5:૩૦ વાગ્યે શરૂ થનારી કોર્પોરેટ સીઈઓની બેઠકમાં ભાગ લેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
