મુલુંડમાં મહિલા, બાળકો અને નવજાત શિશુઓની સંભળ માટે સમર્પિત અત્યાધુનિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. 8500 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલા આ એકમમાં ગાયનેલોજી, પેડિયાટ્રિક્સ, નિયોનેટોલોજી, ઈન્ટેન્સિવ કેર, પેડિયાટ્રિક ઓર્થોપેડિક્સ અને ફળદ્રુપતાના ઉપચારો એક છત હેઠળ મળી રહેશે.
મુલુંડ વેસ્ટમાં એલબીએસ રોડ પર 12 બેડની એનઆઈસીયુ અને 5 બેડ પીઆઈયુસી, 4 બેડ પુખ્ત આઈસીયુ સાથે તે સુસજ્જ છે. ઉપરાંત મુલુંત વિસ્તારમાં પહેલી જ વાર વોટર બર્થિંગ સેન્ટર પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઈન-હાઉસ આઈવીએફ માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે, એમ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ફર્ટિલિટી નિષ્ણાત અને લેપરોસ્કોપિક સર્જનએ જણાવ્યું હતું. માતા બનવા માગતી દરેક મહિલાને શક્ય ઉત્તમ ટેકો અને પર્સનલાઈઝ્ડ સંભાળ અહીં આપવામાં આવે છે.

ડો. શૈલેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે મહિલાઓ અને વૃદ્ધિ પામતા બાળકો માટે તૈયાર કરાયેલા આધુનિક ઓર્થોપેડિક સંભાળ વચ્ચેનું અંતર તે દૂર કરે છે. જોઈન્ટ પ્રિઝર્વેશન, પોસ્ટ- નેટલ મોબિલિટી સપોર્ટ હોય કે પેડિયાટ્રિક ઓર્થોપેડિક સમસ્યાઓ હોય અહીં ઘર નજીક અચૂક, આધુનિક ઉપચાર વિકલ્પ મળી રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
