નવી મુંબઈની મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પીજી કોર્સની સીટ મેળવા આપવાને નામે છત્તીસગઢ અને બેન્ગલુરુના બે જણ સાથે રૂ. 77.61 લાખની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. નવી મુંબઈમાં નેરુલ પોલીસે છત્તીસગઢના રાયગઢના 59 વર્ષીય સખશની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદીની પુત્રીને નેરુલની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં જનરલ સર્જરી કોર્સમાં પોસ્ટગ્રેજ્યુએટ સીટ મેળવી આપવાનું વચન આપીને ઠગાઈ કરવામાં આવી છે.
મે 2002 અને ડિસેમ્બર 2023 વચ્ચે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 1.27 કરોડ લીધા હતા. આ પછી ફરિયાદી સાથે કરવામાં આવેલા સર્વ સંદેશવ્યવહાર, એડમિશનના સમર્થનનો મેસેજ, જોડાવાનો પત્ર અને કોલેજના દસ્તાવેજો બોગસ હોવાનું જણાયું હતું. ફરિયાદીએ આરોપીને આ અંગે પૂછતાં રૂ. 85 લાખ પાછી આપી દીધા હતા, પરંતુ બાકી રૂ. 42 લાખ આપ્યા નહોતા. ઘણા બધા પ્રયાસો છતાં પૈસા વસૂલ નહીં થતાં ફરિયાદીએ પોલીસમાં ધા નાખી હતી.

આરોપીએ એડમિશન પત્ર જારી કરવા માટે કોલેજના બોગસ લેટરહેડનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીને વિધિસર સંદેશવ્યવહાર હોવાનું બતાવ્યું હતું. આ સ્પષ્ટ કરે છે કે આ નિયોજનબદ્ધ કાવતરું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.થોડા દિવસ પછી આવી જ વધુ એક ફરિયાદ બેન્ગલુરુના પનાથુરના 54 વર્ષીય શખસે કરી હતી, જેમાં પણ ઉક્ત છમાંથી ત્રણ આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ શખસના ભાણેજના તે જ કોલેજમાં એમડી એનેથેશિયા કોર્સ માટે પ્રવેશ અપનાવવાને નામે રૂ. 35.61 લાખ લીધા હતા.
પૈસા મળ્યા પછી મોબાઈલ ફોન બંધ : બીજા કેસમાં પણ મે 2022 અને ડિસેમ્બર 2023 વચ્ચે ઠગાઈ કરવામાં આવી હતી. આરોપીઓએ આરંભમાં રૂ. 50 લાખ લીધા હતા, પરંતુ પછીથી ફક્ત રૂ. 4.39 લાખ પરત કર્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
