વિપક્ષી વિધાનસભ્યોએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર થાણેમાં એક મોટા ટનલ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો તેમ જ તેમાં ૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. મે મહિનામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી, જેને ગેરલાયક ઠેરવવામાં આવેલી એલએન્ડટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ‘

અહીં વિધાન ભવન સંકુલના પગથિયાં પર ઉભા રહીને, મહા વિકાસ આઘાડી (એમવીએ)ના વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહીના ડરથી જ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે.
For more details… Contact 9322529232 / 9324483455
