શહેરમાં અનેક પ્રકલ્પોના નિર્માણ ચાલી રહ્યા છે. પણ મોટી ઈમારતોની આસપાસની ઝૂપડપટ્ટીની ઈમારતો તેમ જ ચાલીઓને પણ મોટી ઈમારતો પ્રમાણે જ રેડીરેકનર દર લગાડવામાં આવે છે. આમ ન થાય એ માટે માઈક્રો ઝોનિંગ કરવું જરૂરી છે. એના માટે મુંબઈના બધા વિધાનસભ્યોની 16 એપ્રિલના બેઠક આયોજિત કરવામાં આવી છે. એમાં પ્રારુપ રૂપરેખા તૈયાર કરવામાં આવશે એવી માહિતી મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ આપી હતી.
વિધાનમંડળના બજેટ સત્રમાં રેડીરેકનર દર બાબતે લક્ષવેધી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. એ નિમિત્તે આયોજિત કરવામાં આવેલી બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા. મુંબઈની ઈમારતો બાબતે રેડીરેકનરના દર નક્કી કરતા કેટલાક ભાગમાં દર વધારે છે. આ બાબતે સિટી સર્વે અનુસાર દર નક્કી કરવાની જરૂર છે. બધી જ ઈમારતોને એક સમાન દર નક્કી કરીને ચાલશે નહીં. એના માટે દર નક્કી કરતા જીઆઈએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે અને એની શરૂઆત મુંબઈથી કરવામાં આવે.

અત્યારે મુંબઈમાં પુનર્નિમાણનું કામ ઝડપથી ચાલુ છે. તેથી મુંબઈથી શરૂઆત કરીને પછી રાજ્યના બીજા ભાગોમાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે એમ બાવનકુળેએ જણાવ્યું હતું. અત્યારે સરકાર તરફથી વધુ દર લગાડવામાં આવ્યો હોય તો એમપીડી એક્ટ 34 અનુસાર સુધારા કરી શકાય છે. એમાં 40 ટકા બાદ કરીને 60 ટકા સુધી રેડીરેકનર દર લગાડવામાં આવે છે. જો કે આ દર પણ વધુ હોવાની ભૂમિકા લોકપ્રતિનિધિઓએ રજૂ કરી હતી. તેથી બધાને વિશ્વાસમાં લઈને મુંબઈના બધા વિધાનસભ્યોની બેઠક 16 એપ્રિલના આયોજિત કરવાની ખાતરી તેમણે આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
