મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણનો ગુંદવલીથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મેટ્રો-7એ રૂટનો એક મહત્વનો તબક્કો સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે. આ રૂટ પરના બીજા અને અંતિમ બોગદાનું 1.65 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ કામ પૂરું કરીને ધ્રુવ નામનું ટનલ બોરીંગ મશીન ભૂગર્ભમાંથી બહાર નીકળ્યું હતું. 20 મહિના પછી આ ટીબીએમ અંડરગ્રાઉન્ડ કામ સફળતાપૂર્વક પૂરું કરીને બહાર આવ્યું છે.
એમએમઆરડીએના દહિસર-ગુંદવલી મેટ્રો-7 રૂટનું એક્સટેન્સન ગુંદવલી-છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મેટ્રો-7એના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. મેટ્રો-7એ 3.4 કિમી લાંબો છે જેમાં 0.94 કિમી ભાગ એલિવેટેડ અને 2.503 કિમી માર્ગ અંડરગ્રાઉન્ડ છે.

તેમ જ એક મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ અને એક એલિવેટેડ છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને એરપોર્ટથી જોડતા આ રૂટનું કામ છેલ્લા થોડા વર્ષથી ચાલુ છે. આ અંડરગ્રાઉન્ડ રૂટ માટે બે બોગદા બાંધવામાં આવી રહ્યા છે. એ અનુસાર 1 સપ્ટેમ્બર 2023ના 1.647 કિમીના ડાઉન રૂટના અંડરગ્રાઉન્ડ કામ માટે દિશા નામનું ટીબીએમ લોન્ચિંગ શાફ્ટમાં એટલે કે 30 મીટર ઉંડા કૂવામાંથી ભૂર્ગભમાં છોડવામાં આવ્યું હતું. 17 મહિના પછી 17 જાન્યુઆરી 2025ના અંડરગ્રાઉન્ડ કામ પૂરું કરીને દિશા ટીબીએમ બહાર આવ્યું. હવે સોમવાર 14 જુલાઈના ધ્રુવ ટીબીએમ પણ ભૂગર્ભમાંથી બહાર આવ્યું છે.
મેટ્રો-7એ રૂટ પર અપ માર્ગના 1.65 કિમીના અંડરગ્રાઉન્ડ માટે ધ્રુવ ટીબીએમ 4 નવેમ્બર 2023ના ભૂગર્ભમાં છોડવામાં આવ્યું હતું. 20 મહિના પછી આ કામ પૂરું કરીને ધ્રુવ બહાર નીકળ્યું છે. આ રૂટના બંને બોગદા પૂરા થવાથી એમએમઆરડીએએ કામનો એક મહત્વનો તબક્કો પાર કર્યો છે. હવે આ રૂટના કામમાં ઝડપ આવશે. આ રૂટનું અત્યાર સુધી 61 ટકા કામ પૂરું થયું છે. વહેલાસર આ કામ પૂરું કરીને મેટ્રો-7એ રૂટ શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે.

For more details… Contact 9322529232 / 9324483455
