વડાલા-થાણે-કાસારવડવલી-ગાયમુખ મેટ્રો-4 અને મેટ્રો-4એ રૂટના કેડબરી જંકશનથી ગાયમુખ દરમિયાનનો 10.5 કિલોમીટરનો તબક્કો ડિસેમ્બર મહિનાના અંતમાં શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે.
એ અનુસાર સપ્ટેમ્બરમાં આ તબક્કા માટે મેટ્રો ટ્રેનના પરીક્ષણની એટલે કે ટ્રાયલ રનની શરૂઆત કરવામાં આવશે. એના માટે તૈયારી ઝડપી કરવામાં આવી છે.
શનિવાર 30 ઓગસ્ટના 10.5 કિલોમીટર રૂટના ડોંગરીપાડા મેટ્રો સ્ટેશનથી ગાયમુખ મેટ્રો સ્ટેશન દરમિયાનના 4.638 કિમી રૂટ પર વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. તેથી આ પરિસરના નાગરિકોએ યોગ્ય તકેદારી રાખવી, ઓવરહેડ લાઈનની નજીક ન જવું એવી સાર્વજનિક સૂચના એમએમઆરડીએ તરફથી જારી કરવામાં આવી છે.

ટ્રાયલ રન શરૂ થતા થાણેમાં પહેલી વખત મેટ્રો ટ્રેન દોડતી દેખાશે. એમએમઆરડીએએ વડાલા-કાસારવડવલી દરમિયાન 32.32 કિમી અને કાસારવડવલીથી ગાયમુખ દરમિયાનના 2.7 કિમી લાંબા મેટ્રો-4 અને મેટ્રો-4એનું કામ હાથમાં લીધું છે.
આ રૂટનો કેડબરી જંકશનથી ગાયમુખ દરમિયાનના 10.5 કિમી લાંબો તબક્કો ડિસેમ્બરના અંતમાં પ્રવાસીઓ માટે શરૂ કરીને થાણેના નાગરિકોનું મેટ્રો પ્રવાસનું સ્વપ્ન પૂરું કરવામાં આવશે. આ તબક્કો શરૂ કરવા માટે સ્ટેશનોના કામ અને અન્ય કામ ઝડપી કરવામાં આવ્યા છે.
બીજી તરફ મેટ્રો રૂટના સંચલન માટે અત્યંત મહત્વનો અને પહેલો તબક્કો સપ્ટેમ્બરમાં શરૂ કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. આ મહત્વના તબક્કામાં મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. મેટ્રો ટ્રેનના પરીક્ષણની શરૂઆત કરવા માટે એમએમઆરડીએએ આનંદનગર જંકશન ખાતે મેટ્રો ટ્રેન છ ડબ્બાઓને સફળતાપૂર્વક પાટા પર ચઢાવ્યા છે.

આ ડબ્બા કાસારવડવલી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા છે. હવે આ ડબ્બાઓને જોડીને પરીક્ષણ માટે સજ્જ કરવામાં આવશે. આ પરીક્ષણ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની દષ્ટિએ એમએમઆરડીએએ વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. કેડબરી જંકશનથી ગાયમુખ તબક્કાના ડોંગરીપાડા મેટ્રો સ્ટેશન અને ગાયમુખ મેટ્રો સ્ટેશન વચ્ચે વીજ પ્રવાહ શનિવારે શરૂ કરવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
