ચોમાસામાં સુરક્ષિતતાનું ચુસ્તતાથી પાલન થાય અને મેટ્રો સેવાનું રોજિંદુ કામકાજ સરળતાથી ચાલુ રહે એ માટે મહામુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિમિટેડ તરફથી મેટ્રો-2એ અને મેટ્રો-7 રૂટ માટે વ્યાપક મોનસૂન ઉપાયયોજના રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી તથા એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ તેમ જ એમએમઆરડીએના મહાનગર આયુક્ત અને એમએમએમઓસીએલના અધ્યક્ષ ડો. સંજય મુખર્જીના માર્ગદર્શન હેઠળ આ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. એમએમએમઓસીએલે રજૂ કરેલા આ વ્યાપક મોનસૂન સજ્જતા રૂપરેખામાં ટેકનિકલ તપાસ, વધારાની ફેરીઓ અને કાર્યસ્થળે કરવામાં આવેલી સુરક્ષા ઉપાયયોજનાનો સમાવેશ છે.
કાર્યસ્થળે તૈયારી વધુ નક્કર કરવા દરેક પ્રકલ્પ માટે સ્વતંત્ર નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે ઉપાયયોજના સમયસર અને અસરકારક રીતે પાર પડે એની ખાતરી આ અધિકારી કરશે. ખાડા ભરવા માટેના વાહન અને પાણી ઉલેચવાના પંપ મહત્વના ઠેકાણે પહેલાં જ તૈનાત કરવામાં આવ્યા છે. તેમ જ ચોમાસામાં રાહદારીઓ અને વાહનોની અવરજવરનું વ્યવસ્થાપન કરવા મેટ્રો સ્ટેશનની આસપાસ ટ્રાફિક વોર્ડન નિમવામાં આવ્યા છે.

સુરક્ષિતતા અને સરળતાની ખાતરી કરવામાં આવી છે. મોનસૂન નિયંત્રણ કક્ષ ચોવીસ કલાક કાર્યરત છે. આ કક્ષમાં સીધા લાઈવ મોનિટરિંગની સુવિધા છે. આ કક્ષ મુંબઈ મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન કક્ષ સાથે હોટલાઈન દ્વારા જોડવામાં આવ્યો છે.
સંપૂર્ણ ચોમાસામાં પ્રવાસીઓ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર મેટ્રો સેવા અનુભવી શકે એ માટે વિવિધ સિસ્ટમની તપાસ કરવાથી લઈને સ્ટેશનોની સુરક્ષિતતા નિશ્ચિત કરવા સુધીની તમામ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. આપત્કાલીન અથવા અનપેક્ષિત પરિસ્થિતિમાં બંને રૂટ પર તત્કાળ સેવામાં આવી શકે એટલી અનામત મેટ્રો ટ્રેન સજ્જ રાખવામાં આવી છે. મૂશળધાર વરસાદમાં પણ મેટ્રો નિયંત્રિત સ્પીડથી ચાલુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એમ ડો. સંજય મુખર્જીએ સ્પષ્ટ કર્યું છે.
મહત્વની ઉપાયયોજના : મેટ્રો 2એ અને મેટ્રો-7 રૂટ પરના 10 મહત્વની સ્ટેશનમાં પવનની ઝડપ ગણવા વિન્ડ વેલોસિટી એનિમોમીટર લગાડવામાં આવ્યા છે. હવામાનની સ્થિતિ સતત તપાસીને નિર્ણય ક્ષમતા વધુ સક્ષમ કરવામાં આવી છે. પાણી ભરાવાની શક્યતાવાળા ભાગમાં પ્રવાસીઓનો પ્રવાસ સહેલો કરવા અને પ્રતીક્ષા સમય ઓછો કરવા મેટ્રો સેવાની ફેરીઓ વધારવામાં આવી છે.
દરેક મેટ્રો સ્ટેશનમાં ઓછામાં ઓછા 64 હાઈડેફિનેશન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. એની સુરક્ષા અને દેખરેખ કરવા 24 કલાક નિયંત્રણ રાખવામાં આવે છે. આપત્કાલીન પરિસ્થિતિમાં તરત પ્રતિસાદ આપવા મુંબઈ મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન ટીમ માટે સ્વતંત્ર આપત્કાલીન કોચ સજ્જ રાખવામાં આવ્યો છે. ડીજી સેટ્સ, યુપીએસ સિસ્ટમ, લાઈટનિંગ અરેસ્ટર્સ, અર્થિંગ સિસ્ટમ્સ અને ડીવોટરિંગ પમ્પની ચુસ્ત ચકાસણી અને તપાસ કરીને 30 સ્ટેશન અને ચારકોપ ડેપો ખાતે સાધનસામગ્રી સજ્જ રાખવામાં આવી છે.

34 ટ્રેનની વોટરપ્રુફ ટેસ્ટ
બધી 34 મેટ્રો ટ્રેનની ઊંડાણપૂર્વક વોટરપ્રુફ ટેસ્ટ કરવામાં આવી છે. મૂશળધાર વરસાદમાં પણ ગળતર ન થાય એની ખાતરી કરવામાં આવી છે. પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક અને સુરક્ષિત થાય એની ખાતરી કરવામાં આવી છે. સંપૂર્ણ 35 કિલોમીટર લાંબા વાયડક્ટની સ્વચ્છતા પૂરી કરવામાં આવી છે. એમાં રૂફ ગટર્સ, વરસાદનું પાણી લઈ જતા પાઈપ, સોસર ડ્રેન્સ, મેડિયન ચેમ્બર્સ અને 30 સ્ટેશનની ડ્રેનેજ લાઈનનો સમાવેશ છે. 34 સ્વિચગિયર યુનિટમાં 25 કેવી કેબલ્સ (ત્રણ રિસિવિંગ સબસ્ટેશનથી ફીડિંગ પોસ્ટ સુધી), ટ્રાન્સફોર્મર બુશિંગ્ઝ, સીટી, પીટી, લાઈટનિંગ અરેસ્ટર્સ, ન્યૂટ્રલ આઈસોલેટર અને હીટર સહિત 759થી વધુ ઈલેકટ્રીકલ ઈન્સ્યુલેટર્સની પ્રતિબંધાત્મક દેખભાળ અને તપાસ પૂરી કરીને સંપૂર્ણ યંત્રણાની વિદ્યુત સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.
