મુંબઈગરાએ બે-ત્રણ દિવસથી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસના સમયે દઝાડતો તડકો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ૩૦ માર્ચ સુધી ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે અને સખત બફારો પણ થઈ રહ્યો છે. મંગળવારે કોલાબામાં સવારના ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને સાંજના ૬૪ ટકા રહ્યું હતું. તો સાંતાક્રુઝમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને સાંજના ૫૮ ટકા રહ્યું હતું.
બપોરના સમયે આકરો તડકો પડી રહ્યો હોવાથી શક્ય હોય તો તો ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ પણ હવામાન વિભાગે કરી છે.

હાલ રાજ્યમાં વિદર્ભમાં આકરી ગરમી પડી રહી છે અને મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મુંબઈ માટે આગામી સાત દિવસની આગાહી કરી છે, જેમાં ૨૯ માર્ચથી મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સુધી વધવાનું શરૂ થઈ શકે છે અને ૩૧ માર્ચના ૩૫ ડિગ્રી સુધી ઘટી શકે છે.
હવામાન વિભાગના નિષ્ણાતના કહેવા મુજબ મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનના અમુક ભાગમાં પહેલીથી છ એપ્રિલની આસપાસ ચોમાસા પહેલાના વરસાદનાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે. તેથી હાલ આકાશ જે સ્વચ્છ જોવા મળી રહ્યું છે, તેની સરખામણીમાં આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
