ગણેશોત્સવની તડામાર તૈયારીઓ વચ્ચે મંગળવાર, તા.૧૯ ઓગસ્ટના મુલુન્ડ (વેસ્ટ)માં કાલિદાસ નાટ્યમંદિર ખાતે સાંજે ૫ કલાકે ગણેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું માર્ગદર્શન પૂર્વીય પ્રાદેશિક વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર, ઝોન ૭ના નાયબ પોલીસ કમિશ્નર, સહાયક પોલીસ કમિશ્નર વગેરે કરશે.

આ ઉપરાંત આ બેઠકમાં વીજ વિતરણ કંપનીના અધિકારીઓ, ટી વોર્ડ-મનપાના અધિકારીઓ, ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત દરેક ગણેશ મંડળના ચાર-ચાર સભ્યો હાજર રહેશે. બેઠકમાં સંબંધિત અધિકારી ગણેશ મંડળોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે તેમજ ઉત્સવ અગાઉ, દરમ્યાન અને વિસર્જન માટેની વિવિધ સૂચનાઓ જારી કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
