મુલુંડ રેલ્વે સ્ટેશનની પશ્ચિમ બાજુએ પ્લેટફોર્મ નંબર એક નજીક ઈમર્જન્સી મેડિકલ રૂમ ઘણાં વર્ષોથી કાર્યરત હતી. એમાં સ્ટેશન પર મુસાફરોની તબિયત બગડે ત્યારે તાત્કાલિક ઈલાજ માટે તબીબી સહાય પૂરી પાડવામાં આવતી હતી. આ ઈમર્જન્સી મેડિકલ રૂમની મદદથી ઘણી વખત મુસાફરોનો જીવ બચાવવામાં સફળતા મળી છે એટલું જ નહીં અનેક વખત અકસ્માત સમયે ફર્સ્ટ એઈડ આપવા માટે પણ આ રૂમની મદદ મળતી હતી.

જોકે, તાજેતરના સમયમાં રેલવે વહિવટી તંત્રે આ રૂમ તોડી પાડી છે અને હાલમાં આ સુવિધા બંધ છે. એને કારણે મુસાફરોની સલામતી અને તબીબી તૈયારીઓ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે. હવે આ રૂમના અભાવે જો પ્લેટફોર્મ પર અથવા મુસાફરી દરમ્યાન કોઈ મુસાફરની તબિયત બગડે તો તેને તાત્કાલિક તબીબી સહાય કેવી રીતે મળશે એ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સંબંધિત વહિવટી તંત્રે આ ઈમર્જન્સી મેડિકલ રૂમ કેમ બંધ કરી દીધી એનાં મૂળભૂત કારણો આપવાની મુસાફરોએ માગણી કરી છે તથા સ્ટેશનના બીજા વિસ્તારમાં આ સેવા ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
